(Source: ECI/ABP News/ABP Majha)
Remal Cyclone Effect: આ રાજ્યમાં 'રેમલ' વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ, 8 જિલ્લામાં વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ, ભારે પવન અને તોફાનની ચેતવણી આપ્યા બાદ ત્રિપુરા સરકારે તમામ આઠ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે.
Remal Cyclone Effect: ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ, ભારે પવન અને તોફાનની ચેતવણી આપ્યા બાદ ત્રિપુરા સરકારે તમામ આઠ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી.
IMDએ કહ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન શનિવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. અધિક સચિવ (મહેસૂલ) તમલ મજમુદારે જણાવ્યું હતું કે, 26 મેના રોજ દક્ષિણ ત્રિપુરા, ગોમતી, ધલાઈ, સિપાહીજલા અને પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં સાવચેતીના પગલારૂપે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે 7 મેના રોજ દક્ષિણ ત્રિપુરા, ગોમતી, ધલાઈ, સિપાહીજલા અને પશ્ચિમ ત્રિપુરા જિલ્લાઓમાં વીજળી, 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અને ભારે વરસાદને કારણે અસર થવાની સંભાવના છે.
તેમણે કહ્યું કે 28 મેના રોજ ઉત્તર ત્રિપુરા, ઉનાકોટી અને ધલાઈ જિલ્લામાં વીજળી, ભારે પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તેમને એલર્ટને ધ્યાનમાં રાખીને NDRF, SDRF, ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સ અને ફાયર સર્વિસ અને આવશ્યક સેવાઓને સ્ટેન્ડબાય પર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
Deep Depression over East central BoB lay over same region about 420km S SE of Sagar Islands(WB) 420km S of Khepupara(Bangladesh). To intensify into a cyclonic storm by 25 evening and cross between Bangladesh and adjoining WB coasts around 26 midnight as SCS. For details visit pic.twitter.com/GF8Db2utvB
— India Meteorological Department (@Indiametdept) May 25, 2024
પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન રેમલ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પહેલું તોફાન છે, જેને 'રેમલ' નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે સાંજ સુધીમાં તે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને રવિવારની મધ્યરાત્રિ સુધીમાં તે 'ગંભીર ચક્રવાતી તોફાન'નું સ્વરૂપ લેશે.
હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ અને ઉત્તર ઓડિશાના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવા વરસાદ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. 26 મેના રોજ મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં મોટાભાગના સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં 27 અને 28 મેના રોજ હળવા વરસાદની શક્યતા છે.