શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલામાં શહીદોને યાદ કરી કયા મુખ્યમંત્રી ભાવુક થઈને રડી પડ્યાં, જાણો વિગત
નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે ભાવુક થઈ ગયા હતાં. લખનઉમાં ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જ્યારે સીએમ યોગી સાથે આતંકવાદ અને કાશ્મીર સમસ્યા પર પ્રશ્ન પૂછ્યો તો તેમની આંખમાં આંસુ આવી ગયા અને મંચ પર જ રૂમાલથી પોતાની આખંને લૂછી રહ્યા હતા.
આ પહેલાં તેમણે વિદ્યાર્થીઓને મોડા આવવા માટે માફી માંગી હતી. તેમણે આ કાર્યક્રમમાં 11 વાગ્યે પહોંચવાનું હતું પરંતુ તેઓ બપોરે 1.30 વાગ્યે પહોંચ્યા હતા. લખનઉના રામપ્રદાસ બિસ્મિલ સભાગારમાં આયોજીત આ કાર્યક્રમની શરૂઆત સીએમ યોગી આદિત્યનાથે રામપ્રસાદ બિસ્મિલને યાદ કરતાં કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયામાં એક બ્રાન્ડ બની ગયા છે અને તેમણે 150 એવી યોજનાઓ શરૂ કરી જેનાથી દરેક નાગરિકને પોતાનું સોનેરી ભવિષ્ય જોઈ શકે.
યુવાનો સાથે સંવાદના ક્રમમાં બીટેકના વિદ્યાર્થીએ આદિત્યને સીએમ યોગી સાથે પુલવામા આતંકી હુમલા સથે જોડાયેલા પ્રશ્ન પૂછ્યા અને જાણવાની કોશિષ કરી તો આપણી એજન્સી શું કરી રહી છે. તેનો જવાબ આપતાં સીએમ યોગીએ કહ્યું કે, જે રીતે દીવો બુઝાવાથી તેની વાટ ફડફડાય છે તેવી જ રીતે આતંકવાદ પણ હવે પોતાના સમાપનની તરફ છે અને તેના લીધે આતંકી સંગઠન છટપટાઇ રહ્યા છે.
કેન્દ્ર સરકારે આતંકી સંગઠનોની વિરૂદ્ધ વ્યાપક મુહિમ છેડી દીધી છે. પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડને 48 કલાકમાં મારી નાંખ્યો હતો. શહીદોને યાદ કરતાં સીએમ યોગી ભાવુક થઈ ગયા હતાં અને આંખમાંથી આસું આવી ગયા હતાં.#WATCH CM Yogi Adityanath answers a student's question on #PulwamaTerrorAttack pic.twitter.com/HEAdz1cN07
— ANI UP (@ANINewsUP) February 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion