શોધખોળ કરો
Advertisement
26 જાન્યુઆરીની પરેડમાં બંગાળ બાદ મહારાષ્ટ્રની ઝાંખી જોવા નહિ મળે
પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રની ઝલક પણ ગણતંત્ર દિવસની પરેડમાં જોવા નહી મળે.
નવી દિલ્હી: આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝલક જોવા નહી મળે. એક્સપર્ટ કમિટીએ આ વર્ષે જે 16 રાજ્યો, કેંદ્રશાસિત પ્રદેશો અને 6 મંત્રાલયોની ઝલકની મંજૂરી આપી છે તેમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રનું નામ સામેલ નથી.
केंद्र सरकार द्वारा दिल्ली में गणतंत्र दिवस परेड के लिए पश्चिम बंगाल की झांकी के प्रस्ताव को खारिज करने पर टीएमसी नेता मदन मित्रा: यह बंगाल के लिए नया नहीं है। दिल्ली को बंगाल से डर लगता है। वे दिल्ली में बंगाल की झांकी रद्द कर सकते हैं, बंगाल में NRC और CAA को बंगाल रद्द कर देगा pic.twitter.com/NboQ4FLmuq
— ANI_HindiNews (@AHindinews) January 2, 2020
પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રની ઝલક પણ ગણતંત્ર દિવસની પરેડમાં જોવા નહી મળે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેંદ્ર આવ્હાડે દાવો કર્યો છે કે આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં મહારાષ્ટ્રની ઝલકને ગૃહ મંત્રાલયે સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું મહારાષ્ટ્રની ઝલક હંમેશા દેશનું આર્કષણ રહી છે. જો આ જ કૉંગ્રેસના કાર્યકાળમાં બન્યું હોત તો મહારાષ્ટ્ર ભાજપ હમલાવર થઈ જાત. ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર ઘણી ઝલક જોવા મળે છે, જેમાં રાજ્યો,કેંદ્ર શાસિત પ્રદેશ અને કેંદ્રીય મંત્રાલયોની ઉપસ્થિતિ હોય છે. બંગાળની ઝાંખીને મંજૂરી એવા સમયે નથી મળી જયારે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી અંગે મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર આમને સામને છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નાગરિકતા કાયદા વિરુદ્ઘ કેન્દ્ર સરકારના વિરોધમાં ઉભા છે. આ નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે પશ્યિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકારમાં ટક્કર વધવાના એંધાણ છે.महाराष्ट्र आणि प.बंगालचे चित्ररथ यावेळी प्रजासत्ताक दिनी दिसु नयेत या मागे राजकिय षडयंत्र आहे काय? आम्ही प्रखर राष्ट्रभक्त आहोत हा आमचा गुन्हा आहे का?
— Sanjay Raut (@rautsanjay61) January 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement