શોધખોળ કરો
Advertisement
રામવિલાસ પાસવાનની સલાહ- બિહાર ચૂંટણીમાં ભાષા પર સંયમ જાળવી રાખવો પડશે
પાસવાને પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બિહારમાં એનડીએ એક છે. એનડીએ બે તૃતીયાંશ મત સાથે બિહારમાં સરકાર બનાવશે કારણ કે વિપક્ષ ડૂબેલું જહાજ છે.
પટણાઃ કેન્દ્રિય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાને કહ્યું કે, આ વર્ષના અંતમાં યોજાનારા બિહાર વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક વિકાસના મુદ્દા પર લડવી જોઇએ અને ચૂંટણીમાં ભાષા પર સંયમ જાળવી રાખવો જોઇએ. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભડકાઉ ભાષણના કારણે કેટલાક ભાજપ નેતાઓને ચૂંટણી પંચે ફટકાર લગાવી હતી. પાસવાને પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બિહારમાં એનડીએ એક છે. એનડીએ બે તૃતીયાંશ મત સાથે બિહારમાં સરકાર બનાવશે કારણ કે વિપક્ષ ડૂબેલું જહાજ છે.
બિહારમાં એનડીએની સ્થિતિ અંગે પૂછવા પર તેમણે કહ્યું કે, લોજપા મજબૂતીથી એનડીએ સાથે છે. હુ હંમેશાથી કહેતો આવ્યો છું કે ફક્ત એ પ્રાણીઓ રસ્તા પર મરે છે જે જમણી કે ડાબી સાઇડ જવાનો નિર્ણય નથી કરી શકતા. જ્યાં સુધી નીતિશ કુમારની વાત છે મને લાગે છે કે તેઓ ક્યાંય નહી જાય.
પાસવાને કહ્યુ કે, બિહારમાં વિપક્ષ ગઠબંધન માટે કોઇ છોડીને નહી જાય. વિપક્ષમાં શું છે. લાલૂ યાદવ જેલમાં છે. તેમની તબિયત ઠીક નથી. બાકી પાર્ટીઓ અલગ અલગ રાગ આલેપી રહી છે. આ ડૂબતું જહાજ નહી પરંતું ડૂબી ચૂકેલું જહાજ છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ભાજપ નેતા દ્ધારા ભડકાઉ નિવેદનો આપવાને લઇને તેમણે કહ્યુ કે, ચિરાગ પાસવાને આ મુદ્દે પાર્ટીનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું અને શાહે પણ માન્યું છે કે આ સામે પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement