શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે કોરોનાના વધતા કેસોને ધ્યામાં લઈને શાના પરનો પ્રતિબંધ 31 ડીસેમ્બર સુધી લંબાવી દીધો ?
દેશમાં કોરોના મહામારીનું સંકટ હજુ પણ યથાવત છે. આ વર્ષે 22 માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે ડીજીસીએએ ભારતમાં કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ વધારીને 31 ડિસેમ્બર સુધી કરી દીધો છે. દેશમાં 31 ડિસેમ્બર સુધી ન તો કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરીને બહાર જઈ શકશે અને ન તો બીજા દેશમાંથી આવી શકશે. જોકે આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત જનારી ખાસ ફ્લાઇટ યથાવત રહેશે. આ પહેલા ડીજીસીએએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધારવાનો આદેશ આપ્યો હતો.
દેશમાં કોરોના મહામારીનું સંકટ હજુ પણ યથાવત છે. આ વર્ષે 22 માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે ઘરેલુ વિમાન સેવા પણ બંધ કરવામાં આવી હતી. પરંતુ 25 મેથી ઘરેલુ ઉડાન ફરીથી શરૂ કરવામાં આવી છે.
વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી 20 લાખથી વધારે ભારતીય પરત ફર્યા
મે મહિનાથી વંદે ભારત મિશન અંતર્ગત અને જુલાઈથી ત્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત કેટલાક દેશો માટે વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા શરૂ કરવામાં આવી છે. ભારતે અંદાજે 18 દેશો સાથે એર બબલ સમજૂતી કરી છે.
7 મેથી વંદે ભારત મિશનની શરૂઆત કર્યા બાદથી 29 ઓક્ટોબર સુધીમાં 20 લાખથી વધારે ભારતીય બીજા દેશમાંથી પરત ફર્યા છે. એક ઓક્ટોબરથી શરૂ કરવામાં આવેલ સાતમાં તબક્કા અંતર્ગત આ મહિનાના અંત સુધીમાં 24 દેશોમાંથી 1057 આંતરરાષ્યીય ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું. તે અંતર્ગત 1.95 લાખ લોકોને આવવાની શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion