શોધખોળ કરો

રીલાયન્સના નફામાં ગયા વર્ષની સરખામણીમાં પડ્યું કેટલું મોટું ગાબડું ? લોકડાઉનની વર્તાઈ અસર

પરિણામ પૂર્વે રીલાયન્સનો શેર બીએસઇ ખાતે જે 1.4 ટકાના સુધારામાં રૂ. 2054.35ના સ્તરે બંધ થયો હતો.

મુંબઇઃ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જુલાઇથી સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિકગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ 15 ટકા ઘટીને 9567 કરોડ રહ્યો છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીએ શુક્રવારે શેયર બજારને આપેલી સૂચનામાં કહ્યું આ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 11,262 કરોડ નફો કર્યો હતો. કંપનીના નફામાં 15 ટકાનો ઘટાડો થયો છે. સમિક્ષા હેઠળની અવધીમાં આવક રૂપિયા 1,28,385 કરોડ નોંધાઈ છે,જે એક વર્ષ અગાઉ સમાન અવધીમાં નોંધાવેલી રૂપિયા 1,48,526 કરોડની તુલનામાં 15 ટકા ઘટાડો દર્શાવે છે. હકીકતમાં કંપનીના નફામાં જે ઘટાડો થયો છે તેની પાછળનું એક કારણ કોરોનાને લીધે ઓઈલની માંગમાં થયેલો ઘટાડો પણ જવાબદાર છે.ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સના કારોબાર પર પણ અસર જોવા મળી છે.કંપની વધુમાં કહ્યું છે કે તેના નિકાસ કારોબારમાં 5.6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે રૂપિયા 34,501 કરોડ રહ્યો છે. પરિણામ પૂર્વે રીલાયન્સનો શેર બીએસઇ ખાતે જે 1.4 ટકાના સુધારામાં રૂ. 2054.35ના સ્તરે બંધ થયો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકેપ રૂ. 13,89,159.20 કરોડ રહી હતી. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીના ટેલિકોમ બિઝનેસ રીલાયન્સ જિયોએ સપ્ટેમ્બર રૂ. 2844 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે વાર્ષિક તુલનાએ નફામાં ત્રણ ગણી વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં જિયોનો નફો રૂ. 990 કરોડ અને ગત જૂન 2020ના ક્વાર્ટરમાં રૂ. 2513 કરોડ નોંધાયો હતો જેની તુલનાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો 13 ટકા વધ્યો છે. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રોકાણકારોને ચાલુ વર્ષે જંગી રિટર્ન મળ્યુ છે. ચાલુ વર્ષે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 35 ટકા વધ્યો છે. તો 23મી માર્ચના રોજ બનેલી નીચી સપાટીથી અત્યાર સુધી આ કંપનીના શેરમાં રોકાણકારોને 135 ટકાનું જંગી રિટર્ન મળ્યુ છે. રીલાયન્સનો શેર 16મી સપ્ટેમ્બરના રોજ તેની રૂ. 2369.35ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો ત્યારે કંપનીની માર્કેટકેપ રૂ.16 લાખ કરોડને સ્પર્શી ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget