શોધખોળ કરો
Advertisement
મોહન ભાગવત-RSSના નામે નવા બંધારણની PDF વાયરલ, સાઇબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ
આ સમગ્ર મામલો જયારે સંઘ સામે આવતા દિનેશ વાળા દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશની મોદી સરકાર દ્વારા CAAનો કાયદો પસાર કર્યા બાદ સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. વિરોધીઓ દ્વારા પ્લેકાર્ડ, રેલી, પ્રદર્શન અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે વિરોધીઓ દ્વારા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત પર સોશિયલ મીડિયા પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મોહન ભાગવતના ફોટો સાથે નવા બંધારણની PDF ફાઇલ વાયરલ કરવામાં આવી છે.
આ PDF ફાઇલમાં મોહન ભાગવત અને સંઘે નવું બંધારણ બનાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો સાથે જ તેમાં સ્ત્રી ને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર મર્યાદિત કરવામાં આવી રહ્યા છે. તો બ્રાહ્મણ સમાજ સિવાય તમામ વર્ગોએ હલકી કક્ષાના ઉલ્લેખવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલો જયારે સંઘ સામે આવતા દિનેશ વાળા દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા સંઘ પ્રમુખ મોહન ભાગવતના ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. અવધ પ્રાંતના સહપ્રચાર પ્રમુખ દિવાકરે આની જાણકારી આપતા કહ્યું કે, મોહન ભાગવતની તસવીર સાથે નવું ભારતીય બંધારણ શીર્ષકવાળી 16 પૃષ્ઠોની બુકલેટ સોશયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. દિવાકરે કહ્યુ છે કે આ સંઘની છબી ખરાબ કરવાનો પ્રયત્ન છે. આની વિરુદ્ધ લખનૌના ગોમતી નગર અને હજરતગંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધાવામાં આવ્યો છે. તેમણે કહ્યુ છે કે સોશયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલા આ દસ્તાવેજમાં કહેવામાં આવેલી વાતો બંધારણની વિરુદ્ધ છે અને તેની આરએસએસ સાથે કોઈ લેવાદેવા નથી. આ મામલાની જાણકારી આપતા હજરતગંજના પોલીસ અધિકારી અભય મિશ્રએ કહ્યુ છે કે આ મામલામાં અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આવી જ એક એફઆઈઆર ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે મોહન ભાગવત મુરાદાબાદના ચાર દિવસીય પ્રવાસે છે. ભાગવત બુધવારે સાંજે અહીં પહોંચ્યા અને આગામી 4 દિવસના તેમના કાર્યક્રમ પ્રમાણે, તે ક્ષેત્રમાં આરએસએસના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.Nagpur: Rashtriya Swayamsevak Sangh (RSS) has lodged complaint in connection with online circulation of PDF booklet named as 'New Indian Constitution' which has been attributed to Mohan Bhagwat.
— ANI (@ANI) January 17, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement