શોધખોળ કરો

બાઈક પર નીકળનારા સાવધાન, મોદી સરકારે બનાવ્યા ક્યા નવા આકરા નિયમો ?

કેન્દ્ર સરકારે મોટરસાઇકલ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મોટરસાઇકલ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે અનુસાર બાઇકના બંન્ને તરફ ડ્રાઇવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હોવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ વાહનની પાછળ બેસનારા લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. તે સિવાય બાઇકના પાછળ બેસનારાઓ માટે બંન્ને તરફ ફૂટ્રેજને પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ગાઇડલાઇન અનુસાર બાઇકના પાછળના પૈડાની ડાબી તરફ ઓછામાં ઓછું અડધો ભાગ સુરક્ષિત રીતે કવર હોવો જોઇએ. જેનાથી વાહનની પાછળ બેસનારના કપડા પૈડામાં ફસાવવાનો ખતરો ઓછો થઇ જશે. પરિવહન મંત્રાલયે બાઇકમાં ઓછા વજનના કન્ટેનર લગાવવા માટે પણ ગાઇડલાઇન જાહેર કરી છે. તે અનુસાર કન્ટેનરની લંબાઇ 550 મિમી, પહોળાઇ 510 મિમિ, અને ઉંચાઇ 500 મિમીથી વધુ ન હોવી જોઇએ. જો કન્ટેનરને પાછળની સવારીના સ્થાન પર લગાવવામાં આવે છે તો બીજો વ્યક્તિ તે બાઇક પર બેસી નહીં શકે. બીજી તરફ સરકારે દેશભરમાં એકીકૃત સડક દુર્ઘટના ડેટાબેસ પરિયોજના તથા તેના સંબંધિત એપ બનાવવાની તૈયારીમાં છે. જેનાથી દુર્ઘટનાના આંકડાઓ તરત એકઠા કરવામાં મદદ મળશે. પરિવહન મંત્રાલયે કહ્યુ કે, તેમણે કર્ણાકટ અને ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં અધિકારીઓને આઇઆરએડી એપની ટ્રેનિંગ માટે કાર્યક્રમ આયોજીત કર્યો છે. હવે સૂચનોના આધાર પર આ એપમાં રાજ્ય સાથે સંબંધિત પરિવર્તન કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે, આઇઆરએડી એપને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જરૂરિયાત અનુસાર વિકસિત કરવામાં આવશે અને જરૂરિયાત હોવા પર તેમાં ફેરફાર કરવામાં આવશે. હાલમાં આઇઆરએડી એપ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપબલ્ધ છે અને જલદી તે આઇઓએસ જેવા અન્ય પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ રહેશે. પરિવહન મંત્રાલયે કહ્યું કે, આઇઆરએડીને જલદી આખા દેશમાં લાગુ કરાશે. પ્રથમ તબક્કામાં આ યોજના છ રાજ્યોમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget