Russia Ukraine War: PM મોદીની હાઇ લેવલ મીટિંગ, આજે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી શકે છે PM મોદી
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બહુ ઝડપથી સ્થિતિ બદલાઇ રહી છે. યુક્રેનમાં રશિયાએ સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બહુ ઝડપથી સ્થિતિ બદલાઇ રહી છે. યુક્રેનમાં રશિયાએ સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. હવે યુક્રેન અને રશિયા તરફથી અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. રશિયાનું કહેવું છે કે તે ફક્ત યુક્રેનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છીએ. જ્યારે યુક્રેનનો દાવો છે કે રશિયા સામાન્ય લોકોને મારી રહ્યું છે .
આ બધા વચ્ચે યુક્રેન સંકટને લઇને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. સૂત્રોનું કહેવું છે કે આજે રાત્રે વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી શકે છે.
#WATCH Prime Minister Narendra Modi chairs meeting of the Cabinet Committee on Security (CCS) pic.twitter.com/9lvHMRi1bT
— ANI (@ANI) February 24, 2022
એક રિપોર્ટ અનુસાર આ બેઠકમાં સંરક્ષણ મંત્રી, નાણામંત્રી અને વિદેશ મંત્રી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અગાઉ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે યુક્રેનમાં રહેતા ભારતીયોને જલદી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવશે. જોકે યુક્રેનની સ્થિતિ ગંભીર છે પરંતુ ભારત ઇચ્છે છે કે શાંતિ જાળવી રાખવી જોઇએ. અને વાતચીતથી ઉકેલ લાવવો જોઇએ.
વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું કે વિદેશ મંત્રાલય યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સહિત લગભગ 18,000 ભારતીયોને પરત લાવવા માટે પગલાં લઈ રહ્યું છે. યુક્રેનમાં એરસ્પેસ બંધ છે, તેથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
જો તમારી પાસે પણ બે જન્મ પ્રમાણપત્ર છે તો થઈ જાઓ સાવધાન, હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો
Jioએ લૉન્ચ કર્યા બે નવા પ્લાન, Disney + Hotstar Premiumની સાથે મળશે આટલો બધો ડેટા, જાણો કિંમત......