Ukraine-Russia Crisis: યૂક્રેન હુમલાની વચ્ચે NATOનું મોટુ પગલુ, રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ -લાતવિયા પહોંચી અમેરિકન સેના
યૂક્રેન પર હુમલા બાદ નાટો દેશોની એક મોટી બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નાટો દેશોએ કહ્યું કે, તે સહયોગી દેશની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
NATO Action on Russia: યૂક્રેન અને રશિયાની વચ્ચે જંગ શરૂ થઇ ચૂકી છે. જેને લઇેન તમામ દેશો આપત્તિ દર્શાવી રહ્યાં છે, અને રશિયાની આ કાર્યવાહીની નિંદા કરી રહ્યાં છે. હવે આ મામલામાં મોટુ અપડેટ સામે આવ્યુ છે, જેમાં બતાવવામાં આવ્યુ છે કે નાટો દેશોએ રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ કરી દીધી છે. યૂક્રેન પર હુમલા બાદ નાટો દેશોની એક મોટી બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નાટો દેશોએ કહ્યું કે, તે સહયોગી દેશની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે NATO દુનિયાભરના તમામ દેશોનુ એક સૈન્ય સંગઠન છે. જેને આવી જ જ યુદ્ધની સ્થિતિ માટે બનાવવામા આવ્યુ છે. જો નાટોમાં સામેલ કોઇપણ દેશ પર હુમલો કરવામાં આવે છે તો આ નાટો પર હુમલો માનવામાં આવે છે. આ પચી તમામ દેશો મળીને તેને પર હુમલો કરનારા દેશ પર કાર્યવાહી કરે છે.
અમેરિકાએ મોકલી સેના-
બતાવવામાં આવી રહ્યું છે કે નાટોની આ કાર્યવાહીની પહેલ વચ્ચે અમેરિકાએ પોતાની સેના યૂક્રેન તરફ મોકલવાનુ શરૂ કરી દીધુ છે. અમેરિકન સેના રશિયાને ઘેરવા માટે લાતવિયા તરફ પહોંચી ચૂકી છે, ત્યારબાદ રશિયન સેનાને પાછી ધકેલવાનુ કામ થઇ શકે છે. જોકે રશિયા પોતાના હુમલાના રોકવા તૈયાર નથી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને અન્ય દેશોને આના માટે ચેતાવણી પણ આપી છે. તેમને કહ્યું કે બીજા દેશ આ મામલામાં હસ્તક્ષેપ કરવાની કોશિશ ના કરે.
ઉલ્લેખનીય છે કે, યૂક્રેન સતત NATOમાં સામેલ થવાની વાત કરતુ આવ્યુ છે, પરંતુ રશિયા હંમેશાથી તેનો વિરોધ કરી રહ્યું છે. કેમ કે રશિયા નથી ઇચ્છતુ કે અન્ય દેશોની સેનાઓ યૂક્રેનની સીમાઓ પર પોતાનો બેઝ બનાવે. સાથે જ યૂક્રેનના જે વિસ્તારોમાં રશિયા પોતાનો અધિકાર રાખે છે, તેને લઇને તે હંમેશાથી જ દુનિયાભરના દેશોને હસ્તક્ષેપ ના કરવાની વાત કરતુ આવ્યુ છે. પુતિનનુ કહેવુ છે કે તે એટલા માટે નાટોના વિસ્તારની વિરુદ્ધમાં છે, કેમ કે અમેરિકા તેના માટે એક મોટો ખતરો છે, અને તે પોતાના દેશની સીમાઓની નજીક નથી આવવા દઇ શકતુ.