યુક્રેનના એરપોર્ટ પર રશિયાનો મિસાઈલથી હુમલો, જુઓ લાઈવ Video
મિસાઈલ હુમલા બાદ હવે રશિયાએ યુક્રેનમાં ટેન્ક વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.
યુક્રેન-રશિયા વચ્ચેની તણાવની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટેલિવિઝન સંબોધન પછી સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી દીધો છે. પુતિને કહ્યું કે યુક્રેનની સેના હથિયાર હેઠા મુકી દે. આ પછી યુક્રેનના અલગ અલગ શહેરોમાં ધમાકાના અહેવાલ સામે આવી રહ્યા છે.
એએફપી અનુસાર, પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીનો આદેશ આપતા કહ્યું કે રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઇ ઇરાદો નથી, પરંતુ જો કોઇ બહારી ખતરો થાય છે તો તેનો તાત્કાલિક જવાબ આપવામાં આવશે. આની સાથે જ રશિયાએ યુક્રેન સાથે લાગેલી સરહદની પાસે લગભગ બે લાખ જવાનોને તૈનાત કરી દીધા છે. વળી, બીજીબાજુ યુક્રેનની રાજધાની કીવમાં ધમાકાના કેટલાય અવાજો સંભળાઇ રહ્યાં છે. વિસ્ફોટોનો અવાજ ક્રેમટોર્સ્ક અને યુક્રેનના ત્રીજા સૌથી મોટા શહેર ઓડેસ્સામાં સંભળાઇ રહ્યાં છે.
યુદ્ધની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં રશિયન મિસાઈલ સીધા જ યુક્રેનના એક એરબેસ પર પડતું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મિસાઈલથી એરબેસ પર હુમલો થતા જ ધડાકા ભરે અવાજ સાથે આગની જ્વાળા જોઈ શકાય છે.
Wow. Video of a missile hitting an airport, reportedly in Ivano-Frankivsk in Western Ukraine. The geographic scale of this thing is crazy pic.twitter.com/odhvqin77Y
— Alec Luhn (@ASLuhn) February 24, 2022
મિસાઈલ હુમલા બાદ હવે રશિયાએ યુક્રેનમાં ટેન્ક વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર યુક્રેનના મેરીયુપોલ શહેરમાં ઘણી ટેન્ક ઘુસી ગઈ છે. એરપોર્ટ નજીકથી ધુમાડો નીકળવાના સમાચાર પણ મળ્યા છે. યુક્રેનના અન્ય શહેરોમાં પણ એરપોર્ટ હુમલાના અહેવાલો છે.
યુક્રેને દેશવ્યાપી ઇમર્જન્સીની કરી જાહેરાત-
યુક્રેને યુદ્ધના વધતા ભય વચ્ચે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે અને તેના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે રશિયા છોડવા કહ્યું છે. તો રશિયાએ યુક્રેનથી તેના રાજદ્વારીઓને બોલાવવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયાને રોકવા માટે પ્રતિબંધો (યુરોપિયન પ્રતિબંધો)નો આશરો લઈ રહ્યા છે. યુએસ અને યુકેએ મોસ્કો પર આકરા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે અને આગામી દિવસોમાં ઘણા નવા પ્રતિબંધો પણ લગાવામાં આવી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું આ હઠીલી ફોર્મ્યુલા રશિયા પર કામ કરશે?