Russia Ukraine war: યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, પંજાબનો રહેવાસી હતો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે પણ ભારત માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે
Russia Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે પણ ભારત માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. યુદ્ધના સાતમા દિવસે સવારથી જ રશિયન સૈનિક રાજધાની કિવ પર હુમલો કરી રહ્યા છે. કિવમાં સરકારી ઈમારતો પર હુમલા થઈ રહ્યા છે.
નોંધનીય છે કે બુધવારે યુક્રેનમાં મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. તે જ દિવસે એટલે કે મંગળવારે ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું એરસ્ટ્રાઈકમાં મોત થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી હતી. મંગળવારે રશિયન હુમલામાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું નામ નવીન હતું. તે કર્ણાટકનો રહેવાસી હતો.
યુક્રેન-રશિયા સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે યુદ્ધના છેલ્લા છ દિવસમાં યુક્રેનની સેનાએ 6,000 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.