IPl 2022 Suresh Raina: આઈપીએલ હરાજીમાં કોઈએ ન ખરીદેલો આ સ્ટાર ભારતીય ખેલાડી ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે ? ધોનીનો છે ખાસ
IPl 2022: ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયે હટી જવાની વાત કર્યા બાદ તેના સ્થાને મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈનાનો સમાવેશ કરવામાં આવી શકે છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
IPl 2022 Suresh Raina: IPL 2022 ની શરૂઆત માત્ર થોડા જ દિવસોની વાર છે. તમામ ટીમો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે અને મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દરમિયાન આઈપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયે હટી જવાની વાત કર્યા બાદ તેના સ્થાને મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈનાનો સમાવેશ કરવામાં આવી શકે છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.
જેસન રોયે આઈપીએલમાં આ સિઝનમાં ગુજરાત માટે રમવાની ના પાડી દીધી છે, તે પોતાનું સંપૂર્ણ ધ્યાન T20 વર્લ્ડ કપની તૈયારીઓ પર કેન્દ્રિત કરવા માંગે છે. આવી સ્થિતિમાં ગુજરાત પાસે જગ્યા ખાલી છે અને તમામ ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો માને છે કે સુરેશ રૈનાએ ગુજરાતની ટીમ લેવી જોઈએ.
સુરેશ રૈનાને આઈપીએલ હરાજીમાં કોઈએ ખરીદ્યો નહોતો. તેથી તમામ ચાહકો અને નિષ્ણાતો ઈચ્છે છે કે સુરેશ રૈના IPLમાં પાછો ફરે. આ દર્શાવે છે કે સુરેશ રૈના IPLનો હીરો છે. રૈનાની ચાહકો ઈચ્છે છે કે આટલા મોટા ખેલાડીની વિદાય આ રીતે ન થવી જોઈએ.
જ્યારથી મેગા ઓક્શન થઈ ત્યારથી ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર સુરેશ રૈના માટે જ પોસ્ટ કરવામાં આવી રહી છે. જેસન રોયની જાહેરાત બાદ ક્રિકેટ ચાહકોનેને ખબર પડી કે ગુજરાતની ટીમમાં સ્થાન છે ત્યારે સોશિયલ મીડિયામાં ચાહકોએ ગુજરાત ટાઇટન્સે સુરેશ રૈનાને લેવો જોઈએ તેમ કહીને ટ્વિટ કરવાનું શરૂ કર્યું છે. ટ્વિટ પર આવેલી પ્રતિક્રિયામાં ઘણા ચાહકોએ લખ્યું, સુરેશ ઘણો મોટા ખેલાડી છે, તેનો અનુભવ ટીમ માટે ઉપયોગી થશે. બેટ્સમેન તેમજ બોલર તરીકે ગુજરાતનો હીરો બની શકે છે.
આઈપીએલમાં સુરેશ રૈનાનો કેવો છે દેખાવ
IPLમાં સુરેશ રૈનાએ 205 મેચમાં 5528 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 50 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 136.7નો છે. આઈપીએલમાં રૈના મોટાભાગની મેચો ચેન્નઈ સુપર કિંગ્સમાં રમ્યો છે અને તેને ધોનીનો ખાસ માનવામાં આવે છે.
🔥 है मैं 😎 You know what it is 😉 #funmodeon pic.twitter.com/Fdg70KMkxq
— Suresh Raina🇮🇳 (@ImRaina) March 1, 2022