PG Dental NEET Reschedule: પીજી ડેન્ટલ નીટ થઈ રીશિડ્યૂલ, જાણો કઈ તારીખે પરીક્ષા યોજાશે અને ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ
PG Dental NEET Reschedule: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે 2 મેના રોજ દેશભરમાં પીજી ડેન્ટલ નીટ લેવાશે.
PG Dental NEET Reschedule: પીજી ડેન્ટલ એટલે કે એમડીએસમાં પ્રવેશ માટેની નીટ રીશિડયુલ કરવામાં આવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે 2 મેના રોજ દેશભરમાં પીજી ડેન્ટલ નીટ લેવાશે.
પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટની તારીખ બદલાયા બાદ હવે પીજી ડેન્ટલ માટેની નીટની તારીખ પણ બદલી દેવાઈ છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા નવી તારીખ સાથેનો નવો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. નવી તારીખ મુજબ 2 મે ના રોજ નીટ લેવાશે, જે અગાઉ 6 માર્ચે લેવાની હતી. આ માટે 4 જાન્યુઆરીથી 24 જાન્યુઆરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવામા આવ્યુ હતું.પરંતુ હવે પીજી ડેન્ટલ નીટ બે મહિના પાછી ઠેલાતા ઓનલાઈન ફોર્મ ભરવા ફરી મુદત અપાશે.
મહત્વની જાણકારી
- અગાઉ જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી તેઓ 21 થી 30 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે.
- આ દરમિયાન ફોર્મ ભરનારા જ 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી ઓનલાઈન ર્ફોર્મમાં વિગતો સુધારી શકશે.
- 25મી એપ્રિલે એડમિટ કાર્ડ જાહેર થશે અને 2 મેએ પરીક્ષા લેવાશે.
- એક્ઝામિનેશન બોર્ડે અગાઉ પીજી ડેન્ટલ માટેની ઈન્ટર્નશિપ કટઓફ ડેટ પણ બદલી છે અને હવે 31 જુલાઈ ઈન્ટર્નશિપ કટઓફ ડેટ કરવામા આવી છે.
- આમ હવે પીજી મેડિકલ અને પીજી ડેન્ટલ બંનેની નીટ માટે ઈન્ટર્નશિપ કટઓફ ડેટ 31 જુલાઈ કરી દેવાઈ છે.
NTPC માં નીકળી ભરતી
NTPC લિમિટેડે માઈનિંગ સિરદાર અને માઈનિંગ ઓવરમેનની જગ્યાઓ માટે પ્રોફેશનલ્સની ભરતી કરવાનું નક્કી કર્યું છે, જેના માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી હતી. ભરતી અભિયાન હેઠળ 170 થી વધુ જગ્યાઓ ભરવાની છે. પસંદ કરેલ ઉમેદવારોને ત્રણ વર્ષ માટે નિયત મુદતના ધોરણે નોકરી પર રાખવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અરજી સંબંધિત માહિતી માટે NTPC ની સત્તાવાર વેબસાઇટ ntpc.co.in પર જઈ શકે છે.
NTPC ભરતી 2022 પગારની વિગતો
માઇનિંગ ઓવરમેન: દર મહિને રૂ.50,000.
માઇનિંગ સિરદાર: દર મહિને રૂ. 40,000.
Education Loan Information:
Calculate Education Loan EMI