i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી
Gujarat Agriculture News: વિવિધ યોજનાઓના ઘટકોની સહાય માટે ગુજરાત સરકાર દ્વારા : i-khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
![i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી i-Khedut Portal: for cultivator harvester and other agriculture subsidy gujarat govt portal opens till 21st March i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/02/46aa857c7404230495c65fa5aef725ea_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Agriculture News: ગુજરાતના ખેડૂતોને સરકાર દ્વારા ખેતી ઉપયોગી સાધનો વસ્તુઓ ખરીદવા સહાય આપવામાં આવે છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળે એ હેતુથી ખેડૂતની મૂળભૂત જરૂરિયાત સમાન ટ્રેકટર પર 40 PTO/HP સુધીના મોડેલ પર મહત્તમ રૂ.45,000 અને 40 PTO/HPથી 60 PTO/HPના મોડેલ પર મહત્તમ રૂ.60,000/- સુધીની મર્યાદામાં સહાય ઉપલબ્ધ છે.
ગુજરાતના ખેડૂતો માટે તા.21/02/22થી i-khedut પોર્ટલ ખૂલ્લું મુકવામાં આવ્યું છે, જે તા.21/03/22 સુધી વિવિધ યોજનાઓના 49 ઘટકોની સહાય માટે ખુલ્લું મૂકાશે. ખેડૂતો પોતાની જરૂરિયાતના ઘટકમાં સહાય મેળવવા માટે અરજી કરી આ સહાય યોજનાઓનો લાભ મેળવી શકશે. આ માટે સાત-બાર, આઠ અ, ખેતીના સાધનોનું બિલ, બેંક પાસબુક જવા દસ્તાવેજોની જરૂર પડશે.
i-khedut પોર્ટલ એ વિવિધ યોજનાઓના ઘટકોની સહાય માટે ગુજરાત સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે |
— Gujarat Agriculture (@GujaratAgricult) March 2, 2022
.#aatmanirbharbharat #aatmanirbhargujarat #aazadikaamritmohotsav #investindia #shapinganewindia #agriculturegujarat #agrigog #agricuturedepartmentofgujarat pic.twitter.com/iVqDNqWA4N
I khedut પોર્ટલ દ્વારા આ સાધનો માટે સબ્સિડી અરજી કરી શકાશે
- એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
- કમ્બાઈન્ડ હાર્વેસ્ટર
- કલ્ટીવેટર
- ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
- ગ્રાઉન્ડ નટ ડીગર
- ચાફ કટર (એન્જિન-ઇલે.મોટર ઓપરેટેડ)
- ચાફ કટર (ટ્રેકટર-પાવર ટીલર ઓપરેટેડ)
- ટ્રેક્ટર
- તાડપત્રી
- પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- પ્લાઉ (તમામ પ્રકારના)
- પ્લાન્ટર (અન્ય પ્રકારના)
- પશુ સંચાલિત વાવણિયો
- પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
- પાવર ટીલર
- પાવર થ્રેસર
- પોટેટો ડીગર
- પોટેટો પ્લાન્ટર
- પોસ્ટ હાર્વેસ્ટના સાધના
- પોસ્ટ હોલ ડીગર
- ફાર્મ મશીનરી બેંક – 10 લાખ સુધીના
- ફાર્મ મશીનરી બેંક – 25 લાખ સુધીના
- ફાર્મ મશીનરી બેંક – (પસંદ કરેલ જિલ્લો-ગામ)
- બ્રસ કટર
- બેસર (ટ્રેકટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાનું મશીન)
- માનવ સંચાલિત સાઇથ (કાપણીનું સાધન)
- માલવાહક વાહન
- રીઝર, બેંડ ફોર્મર, ફરો ઓપનર
- રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ, પાવર વીડર)
- રોટાવેટર
- લેન્ડ લેવલર
- લેસર લેન્ડ લેવલર
- વ્હીલ હો (આંતરખેડનું સાધન)
- વિનોવીંગ ફેન
- શ્રેડર, મોબાઈલ થ્રેડર
- સબ સોઇલર
- સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ
- હેરો (તમામ પ્રકારના)
- હાઇટેક, હાઇ પ્રોટેક્ટિવ
- ઈક્વિપમેન્ટ હબ 100 લાખ સુધીના
- ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
- પાક સંરક્ષણ સાધન
- સોલર લાઇટ ટ્રેપ
- સ્માર્ટ ફોન ખરીદી પર સહાય
- પંપ સેટ્સ
- પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની જાહેરાત
- વોટર કેરિંગ પાઇપલાઇન
કેવી રીતે કરશો અરજી
આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)