Russia Ukraine War: યુક્રેનમાં રશિયાના હુમલામાં ભારતીય વિદ્યાર્થીના મોતને લઈ રશિયન રાજદૂતે શું કહ્યું ? જાણો વિગત
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં એક ભારતીય યુવકનો જીવ ગયો છે.
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. આ યુદ્ધમાં એક ભારતીય યુવકનો જીવ ગયો છે. ભારતીય વિદ્ય્રાર્થીના મોતના પગલે દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ દરમિયાન રશિયન રાજદૂતે મોટી વાત કહી છે.
રશિયન રાજદૂતે કહ્યું કે અમે જે હુમલા કરી રહ્યા છીએ તે માત્ર અને માત્ર સૈન્ય ઠેકાણાઓ, રહેણાંક વિસ્તારો પર છે અને યુક્રેનના લોકો પર નહીં. પરંતુ એક હુમલા સિવાય જે ગઈ કાલે કોના ટીવી ટાવર પર કરવામાં આવ્યો હતો અને તે પણ અગાઉથી જ કહેવામાં આવ્યું હતું.
ભારત સાથે મિસાઈલ ડીલ પર શું અસર થશે
રશિયાના રાજદૂતે કહ્યું કે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની ભારત સાથેની S-400 મિસાઈલ ડીલ પર કોઈ અસર નહીં થાય અને ન તો રક્ષા સોદામાં ભાગીદાર ભારત સાથે રશિયાનો વેપાર પહેલાની જેમ ચાલુ રહેશે.
ડોનબાસ વિસ્તારમાં આઠ વર્ષથી તણાવ હતો ત્યારે કોઈએ કેમ ન ધ્યાન આપ્યું
રાજદૂતે કહ્યું કે હવે અમને આક્રમક જાહેર કરવામાં આવી રહ્યા છે, અમને કહેવામાં આવી રહ્યું છે કે અમે યુદ્ધમાં છીએ, જ્યારે યુક્રેનમાં છેલ્લા 8 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું હતું, ખાસ કરીને ડોનબાસ વિસ્તારમાં, ત્યારે કોઈએ ધ્યાન આપ્યું ન હતું.
અમે પણ શાંતિ ઈચ્છીએ છીએ
રાજદૂતે કહ્યું કે અમે કોશિશ કરી રહ્યા છીએ કે રશિયાના માધ્યમથી ખારકિવમાં ફસાયેલા ભારતીયો માટે કેવી રીતે સુરક્ષિત માર્ગ તૈયાર કરી શકાય. આ ભારતીયોને રશિયાની સરહદ પરથી હટાવવા જોઈએ. જો કે, તેમણે કહ્યું કે તેમને કેવી રીતે હટાવવામાં આવશે તેના પર જ કામ ચાલી રહ્યું છે.
અમેરિકાને લઈ શું કહ્યું
રશિયન રાજદૂતે કહ્યું કે ભારત અમેરિકા વિશે પણ જાણે છે કે આક્રમણ કરનાર અમેરિકા અને તેના સહયોગી છે જેઓ પોતાના નિયમો બનાવે છે. ભારત પણ આ વાત સારી રીતે જાણે છે એટલે જ ભારતે રશિયાને સ્વતંત્ર રીતે સમર્થન આપ્યું છે અને એટલા માટે નહીં કે ભારત શસ્ત્રો માટે રશિયા પર નિર્ભર છે.