શોધખોળ કરો
Advertisement
સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશના નિર્ણય પર SC પુન:વિચારણા કરશે, 22 જાન્યુ. થશે સુનાવણી
નવી દિલ્હી: કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ પુન:વિચારણા કરી રહી છે. આ મામલે વધુ સુનાવણી 22 જાન્યુઆરીએ ઓપન કોર્ટમાં થશે. જો કે કોર્ટે 28 સપ્ટેમ્બરે આપેલા આદેશ પર કોઈ રોક લગાવી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના નિર્ણય પર કોઈ રોક લગાવવામાં નહીં આવે.
સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો. તો પણ મંદિરમાં 10 થી 15 વર્ષની વચ્ચેની ઉંમરની મહિલાઓને પ્રવેશ નથી મળી રહ્યો. સુપ્રીમ કોર્ટના આદેશનો ભારે વિરોધ થઈ રહ્યો છે. કોર્ટે કહ્યું કે, તમામ પુન:વિચારની અરજીઓ પર 22 જાન્યુઆરીએ યોગ્ય બેન્ચ સમક્ષ સુનાવણી થશે. 28 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ 49 પુનર્વિચાર અરજી કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement