શોધખોળ કરો
Advertisement
સચિન પાયલટ બોલ્યા- રાહુલ ગાંધીએ ફરી સંભાળવી જોઈએ કૉંગ્રેસની કમાન
સચિન પાયલટે કહ્યું રાહુલ ગાંધી પાસે અમારા બધાની માંગ છે કે તેઓ ફરી એક વખત જવાબદારી સંભાળે. સચિન પાયલટે આગળ કહ્યું કે તેને લઈને પ્રદેશ કૉંગ્રેસ કમિટીએ ઠરાવ પસાર કર્યો છે.
નવી દિલ્હી: કૉંગ્રેસની કમાન અધ્યક્ષ તરીકે સંભાળવા માટે રાહુલ ગાંધીને સતત પાર્ટીના લોકો અપીલ કરી રહ્યા છે. હવે રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે ગુરૂવારે કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હવે પાર્ટીની કમાન સંભાળવી જોઈએ.
સચિન પાયલટે કહ્યું રાહુલ ગાંધી પાસે અમારા બધાની માંગ છે કે તેઓ ફરી એક વખત જવાબદારી સંભાળે. સચિન પાયલટે આગળ કહ્યું કે તેને લઈને પ્રદેશ કૉંગ્રેસ કમિટીએ ઠરાવ પસાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસમાં ઘણા સમય બાદ રાહુલ ગાંધીને ફરી વખત પાર્ટીના અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી છે. મંગળવારે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે રાહુલ ગાંધીને ફરી કૉંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી. બીજા નેતાઓએ પણ તેનું સમર્થન કર્યું હતું. બેઠકમાં યૂથ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે કહ્યું વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા જોઈએ.
કૉંગ્રેસ સીડબ્લ્યૂસીની અંદર આ પ્રકારની કોઈ ચર્ચાનો ઈનકાર કર્યો હતો. સીડબ્લ્યૂસીની બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ સાથે જોડાયેલા સવાલ પર કૉંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું, 'આ તમામ કાર્યકર્તાઓની ઈચ્છા છે. પરંતુ આજની બેઠકમાં તેના પર કોઈ ચર્ચા નથી થઈ. યોગ્ય સમય પર રાહુલ જી તેના પર નિર્ણય લેશે.'
ઉલ્લેખનીય છે કે 2017ના અંતમાં કૉંગ્રેસ અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધીએ 2019 લોકસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટીના અધ્ય7 પદ પરથી રાજીનામું આપ્યું હતું. બે મહિના સુધી તેમને મનાવવાની કોશિશ કર્યા બાદ ઓગષ્ટમાં કૉંગ્રેસ વર્કિગ કમિટીએ સોનિયા ગાંધીની પાર્ટીના અંતરિમ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી. ત્યારથી લઈ ઘણી વખત રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement