શોધખોળ કરો
પિત્રોડાના નિવેદન પર રાહુલે કહ્યું- તેમને શરમ આવવી જોઇએ, જાહેરમાં માફી માંગવા કહ્યુ છે
રાહુલ ગાંધીએ ફતેહગઢ સાહિબમાં રેલી દરમિયાન કહ્યું કે, સામ પિત્રોડા 1984 અંગે બોલ્યા છે. તે એકદમ ખોટું બોલ્યા છે.

નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા સામ પિત્રોડાએ શીખ રમખાણો પર આપેલું નિવેદન કોગ્રેસ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પિત્રોડાના નિવેદન પર કહ્યુ હતું કે, પિત્રોડાને તેમના નિવેદન પર શરમ આવવી જોઇએ અને તેમને જાહેરમાં માફી માંગવી જોઇએ. નોંધનીય છે કે પિત્રોડા પોતાના નિવેદન પર મીડિયા સામે માફી માંગી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ ફતેહગઢ સાહિબમાં રેલી દરમિયાન કહ્યું કે, સામ પિત્રોડા 1984 અંગે બોલ્યા છે. તે એકદમ ખોટું બોલ્યા છે. તેમણે આ માટે દેશ માટે માફી માંગવી જોઇએ. મેં તેમને જાહેરમાં કહ્યું અને ફોન પર પણ કહ્યું છે. હું પિત્રોડાને કહ્યું કે, તમને શરમ આવવી જોઇએ, તમારે જાહેરમાં માફી માંગવી જોઇએ.
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ આ અગાઉ ફેસબુક પર પોસ્ટ કરીને પિત્રોડાના નિવેદનની ટીકા કરી હતી. રાહુલે કહ્યું હતું કે, સામ પિત્રોડાએ જે કહ્યું તે અયોગ્ય છે અને તેમણે આ માટે માફી માંગવી જોઇએ. આ અગાઉ કોગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનને અંગત ગણાવ્યું હતું.Rahul terms Pitroda's 'Hua to hua' remark as shameful, says guilty of anti-Sikh riots will be punished Read @ANI story | https://t.co/Gjju7YPTBg pic.twitter.com/BdDLiadCjM
— ANI Digital (@ani_digital) May 13, 2019
વધુ વાંચો





















