શોધખોળ કરો

Same Sex Marriage: શું ભારતમાં સમલૈંગિક લગ્નને મળશે મંજૂરી? આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Same Sex Marriage In India: ભારતમાં પણ તેને કાયદેસર બનાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. ભારત સરકારે સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે.

Same Sex Marriage In India: સમલૈંગિક લગ્નની માંગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે (મંગળવાર, ઑક્ટોબર 17) પોતાનો નિર્ણય સંભળાવશે.  ભારત સરકારે સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર સમલૈંગિક લગ્નને પશ્વિમી વિચારધારા માને છે. સરકારનું કહેવું છે કે સમલૈંગિક લગ્નની માંગ શહેરોમાં રહેતા ઉચ્ચ વર્ગના લોકો તરફથી કરવામાં આવી છે.

વિશ્વના કેટલાક દેશોમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવામાં આવી છે. ભારતમાં પણ તેને કાયદેસર બનાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ દેશના સાંસ્કૃતિક અને સામાજિક માળખા અને પ્રચલિત માન્યતાઓને કારણે મોટી વસ્તી આ મુદ્દા પર સચોટ પ્રતિક્રિયા આપવામાં અસહજ છે.

ભારતમાં 2018માં સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યું હતું. હવે બધાની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે કે શું આવા યુગલોને લગ્ન કરવાનો અધિકાર મળશે કે નહીં? સમલૈંગિક લગ્ન અંગે ઓછામાં ઓછી 18 અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ એપ્રિલથી આ કેસની સુનાવણી કરી રહી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે દસ દિવસની સુનાવણી બાદ આ વર્ષે 11 મેના રોજ કેસ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

અરજદારોની મુખ્ય દલીલો

અરજદારોએ વિશ્વના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપી હોવાની દલીલ કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારતમાં સમલૈંગિક યુગલોને કોઈ કાનૂની અધિકાર નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી, તેઓ એકસાથે બેન્ક ખાતું ખોલાવી શકતા નથી, તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા મળશે.

કેન્દ્રએ માંગનો વિરોધ કર્યો હતો

 કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ભારતીય સમાજ અને તેની માન્યતાઓ સમલૈંગિક લગ્નને યોગ્ય માનતી નથી. કોર્ટે સમાજના એક મોટા વર્ગનો અવાજ પણ સાંભળવો જોઈએ. સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે કાયદો બનાવવો કે તેમાં ફેરફાર કરવો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે. કોર્ટમાં બેઠેલા કેટલાક લોકોએ એવો મોટો નિર્ણય ન લેવો જોઈએ જે સમાજમાં કાયમી પરિવર્તન લાવે. સુપ્રીમ કોર્ટ પોતાના વતી લગ્નની નવી સંસ્થાને માન્યતા આપી શકે નહીં. સરકારે એમ પણ કહ્યું કે લગ્નને માન્યતા મળ્યા બાદ સમલૈંગિક યુગલો પણ બાળકને દત્તક લેવાનો પ્રયાસ કરશે. આવા દંપતિમાં મોટા થતા બાળકની માનસિક સ્થિતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી

Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો

IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  

IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી

'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?

Embed widget