Agnipath Protest: પ્રદર્શનકારીઓને મળ્યો ખેડૂત સંગઠનોનો સાથ, રાકેશ ટિકૈતે કર્યું દેશવ્યાપી પ્રદર્શનનું એલાન
સેનામાં ભરતીના નવા નિયમ સામે જ્યાં એક તરફ અનેક રાજ્યોના યુવાનો રસ્તા પર પ્રદર્શન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ હવે આ યુવાનોને ખેડૂત સંગઠનોનું સમર્થન પણ મળ્યું છે
Agnipath Scheme Protest: સેનામાં ભરતીના નવા નિયમ સામે જ્યાં એક તરફ અનેક રાજ્યોના યુવાનો રસ્તા પર પ્રદર્શન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ હવે આ યુવાનોને ખેડૂત સંગઠનોનું સમર્થન પણ મળ્યું છે. સંયુકત કિસાન મોરચા (SKM)એ 24 જૂને દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. આ પ્રદર્શનની જાહેરાત કરનાર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને કહ્યું કે, '24 જૂને અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં જિલ્લા-તાલુકાના મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, વિરોધ કરવાનો નિર્ણય કરનાલમાં એસકેએમની સંકલન સમિતિની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. ટિકૈતે શુક્રવારે પ્રદર્શન માટે યુવાનો, નાગરિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોના સમર્થનની વિનંતી કરી છે. ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા ટિકૈટે ટ્વીટ કર્યું, "યુવાનો, નાગરિક સંગઠનો, પક્ષોને એકત્રીત થવાની અપીલ છે. ભારતીય કિસાન યુનિયનનું 30 જૂને યોજાનાર પ્રદર્શન 24 જૂને યોજાશે.
ભારતીય કિસાન યુનિયન (BKU), ટિકૈતના સંગઠને અગાઉ 30 જૂને અગ્નિપથ યોજના સામે વિરોધનું આહ્વાન કર્યું હતું. BKU એ કૃષિ કાયદા વિરુદ્ધ SKMની આગેવાની હેઠળ થયેલા આંદોલનનો ભાગ હતું. આ આંદોલન બાદ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
संयुक्त किसान मोर्चा का 24 जून को अग्निपथयोजना के खिलाफ देशभर में जिला-तहसील मुख्यालयों पर विरोधप्रदर्शन।SKMकॉर्डिनेशन कमेटी का करनाल में फैसला।युवा-नागरिक संगठनों-पार्टियों से जुटने की अपील।भाकियू 30 के प्रदर्शन के बजाय 24 के फैसले में ही शामिल। @ANI @PTI_News #YouthEmpowerment pic.twitter.com/NFaGjYEiNM
— Rakesh Tikait (@RakeshTikaitBKU) June 20, 2022
આ પણ વાંચોઃ
મિશન ગુજરાત 2022 : ભાજપે ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા, જુઓ લિસ્ટ