શોધખોળ કરો
Advertisement
સંજય નિરૂપમે કહ્યું, CWCને ભંગ કરો, મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને નુકસાન
સંજય નિરૂપમે કહ્યું, હું સોનિયા ગાંધીને અપીલ કરૂ છું કે કૉંગ્રેસ વર્કિંગ કમિટીને ભંગ કરવામાં આવે. રાહુલ ગાંધીએ કૉંગ્રેસની કમાન સંભાળી લેવી જોઈએ.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવતા સંજય નિરૂપમે કહ્યું લોકો વિચારી રહ્યા હશે કે આજના આ ઘટનાક્રમથી હુ ખુશ છું, પરંતુ હકિકતમાં હું દુખી છું. મહારાષ્ટ્રના રાજકારણે કૉંગ્રેસને બદનામ અને નબળી કરવાનું કવાતરૂ કર્યું છે. નિરૂપમે કહ્યું શિવસેના સાથે ગઠબંધન કૉંગ્રેસની ભૂલ હતી. સંજય નિરૂપમે કહ્યું, હું સોનિયા ગાંધીને અપીલ કરૂ છું કે કૉંગ્રેસ વર્કિંગ કમિટીને ભંગ કરવામાં આવે. રાહુલ ગાંધીએ કૉંગ્રેસની કમાન સંભાળી લેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ કૉંગ્રેસે શિવસેના સાથે જવાના સંકેત આપ્યા ત્યારે સંજય નિરૂપમે પહેલા જ નારાજગી વ્યક્ત કરી હતી. સંજય નિરૂપમે શિવસેનાના નેતા સંજય રાઉત પર પણ વ્યક્તિગત ટીપ્પણી કરી હતી. મહારાષ્ટ્રમાં ભારતીય રાજકારણનો સૌથી મોટી ઉલટફેર જોવા મળ્યો છે.ભારતીય જનતા પાર્ટીએ એનસીપીના નેતા અજીત પવાર સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.Sanjay Nirupam: People would be thinking I will be happy by today's developments,but I am actually very sad. Congress has been unnecessarily defamed in this and thinking of alliance with Shiv Sena was a mistake. I appeal to Sonia ji to at first dissolve Congress Working Committee pic.twitter.com/dvg9sEBCDB
— ANI (@ANI) November 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion