યુદ્ધવિરામને લઈને સંજય રાઉતનો PM મોદી પર પ્રહાર: “શું મોદી ટ્રમ્પના ચંપલ રાખીને...."
મહારાષ્ટ્રના નેતાએ પૂછ્યું શું ભારત હવે ટ્રમ્પના ડરમાં જીવી રહ્યું છે? મોદી અને અમિત શાહના રાજીનામાની માંગ; કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ ભાજપ પર સાધ્યું નિશાન, અચાનક યુદ્ધવિરામ પર ઉઠાવ્યા સવાલ

Sanjay Raut Modi Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના યુદ્ધવિરામના મુદ્દાને લઈને મહારાષ્ટ્રના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે (Sanjay Raut Indo-Pak ceasefire) કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાઉતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (India Trump relations) યુદ્ધવિરામ કરાવવાના દાવાને ટાંકીને કેન્દ્ર સરકારની નીતિઓ પર પ્રશ્નાર્થ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે શું ભારત હવે ટ્રમ્પના દબાણમાં જીવી રહ્યું છે?
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, "જે ભારત ગુલામી દરમિયાન બ્રિટનથી ડરતું ન હતું તે આજે મોદીના શાસનમાં ટ્રમ્પથી ડરે છે. મોદીજી દેશને બદનામ કરી રહ્યા છે." તેમણે વડાપ્રધાન પર કટાક્ષ કરતા પૂછ્યું કે, "જેમ ભગવાન રામ વનવાસ ગયા હતા, ત્યારે અયોધ્યાનો વહીવટ ભગવાન રામના ચંપલ રાખીને ચલાવવામાં આવતો હતો, શું હવે મોદી ટ્રમ્પના ચંપલ (Modi Trump controversy) રાખીને ભારત ચલાવી રહ્યા છે?"
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે, "દેશના વડાપ્રધાનમાં ટ્રમ્પ વિરુદ્ધ કંઈ કહેવાની હિંમત નથી." તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના વારંવારના દાવાઓનો ઉલ્લેખ કર્યો કે યુદ્ધવિરામ તેમના કારણે થયો છે. રાઉતે માંગ કરી કે, "મોદી અને અમિત શાહે રાજીનામું આપવું જોઈએ. તેમણે દેશની માફી માંગવી જોઈએ." તેમણે વડાપ્રધાન પર દેશ સામે ખોટું બોલવાનો અને સેનાને પાછળ ખેંચી લેવાનો પણ આરોપ લગાવ્યો.
ભાજપ પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું કે, અમિત શાહ ફક્ત વિપક્ષી પક્ષોને તોડી શકે છે. તેમણે તિરંગા યાત્રાનું આયોજન કરી રહેલી ભાજપને બદલે "ડોનાલ્ડ ટ્રમ્પ યાત્રા" નું આયોજન કરવું જોઈએ તેવી કટાક્ષભરી સલાહ પણ આપી.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનો પ્રહાર:
આ મુદ્દે કોંગ્રેસના રાજ્યસભા સભ્ય દિગ્વિજય સિંહે પણ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, શાહની માનસિકતા ભાજપની 'ટ્રોલ આર્મી' જેવી છે. દિગ્વિજય સિંહે જણાવ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, લઘુમતીઓ અને વિપક્ષ સહિત સમાજના દરેક વર્ગે આતંકવાદ સામેની લડાઈમાં કેન્દ્ર સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું, પરંતુ તેમ છતાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે અચાનક 'યુદ્ધવિરામ' દરેકની કલ્પના બહાર હતો.




















