શોધખોળ કરો

8 કરોડ વ્યુઝથી ભાજપ ગભરાઈ ગયું? AAPના એકાઉન્ટ સસ્પેન્ડ થવા પર સંજય સિંહે કર્યા આકરા પ્રહાર!

સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે આમ આદમી પાર્ટીના ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પેજ બંધ; 28 દિવસમાં 80 મિલિયન લોકો સુધી પહોંચતા ભાજપ ગભરાઈ હોવાનો દાવો, નેતાઓની ધરપકડનો પણ ઉઠાવ્યો મુદ્દો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં AAP ના Facebook/Instagram એકાઉન્ટ સસ્પેન્ડ, ભાજપ પર આરોપ.
  • AAP નેતા સંજય સિંહે કહ્યું, '80 મિલિયન પહોંચતા ભાજપ ગભરાયું'.
  • AAP ગુજરાતમાં વિસ્તરી રહી, ભાજપ હતાશામાં નેતાઓની ધરપકડ કરાવે.
  • AAPનો અવાજ દબાવી શકાશે નહીં, ગુજરાતની જનતા બદલાવ લાવશે.
  • ગુજરાત AAP ના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા.
  • AAP ની વધતી ડિજિટલ લોકપ્રિયતાથી ડરીને ભાજપે આ કાર્યવાહી કરાવી હોવાનો દાવો.
  • ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા જેવા નેતાઓની ધરપકડનો આકરો વિરોધ.

AAP social media suspension Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) અને સત્તાધારી ભાજપ વચ્ચે નવો ડિજિટલ વિવાદ છેડાયો છે. રાઘવ ચઢ્ઢા સહિત AAP ના 7 રાજ્યસભા સાંસદોના પક્ષપલટાના એક દિવસ બાદ જ ગુજરાતમાં પાર્ટીના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે AAP ના દિગ્ગજ નેતા સંજય સિંહે સીધો ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે માત્ર 28 દિવસમાં જ AAP ની પોસ્ટ 80 મિલિયન (8 કરોડ) લોકો સુધી પહોંચી જતા ભાજપ ગભરાઈ ગઈ છે અને તેમના ઈશારે જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવવામાં આવ્યા છે.

નવી દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા સંજય સિંહે આકરા પ્રહાર કરતા કહ્યું કે, "આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતત પોતાનો વ્યાપ વધારી રહી છે અને જમીની સ્તરે સામાન્ય લોકોના પ્રશ્નો માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીને 14 ટકા જેટલા તોતિંગ વોટ મળ્યા હતા અને અમારા 5 ધારાસભ્યો જીત્યા હતા. લોકોનો આટલો બધો સપોર્ટ જોઈને ભાજપ હતાશ થઈ ગઈ છે." સંજય સિંહના કહેવા મુજબ, AAP ની વધતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી એટલે આવી હરકતો કરી રહી છે.

સિંહે ભાજપ પર AAP નેતાઓને હેરાન કરવાનો આરોપ લગાવતા વધુમાં કહ્યું કે, ભાજપે પોતાની હતાશા છુપાવવા અમારા ઘણા નેતાઓની ખોટી રીતે ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને યુવા નેતા પ્રવીણ રામ જેવા નેતાઓને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ દ્વારા સતત અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે અને કડક કાર્યવાહીના નામે ડરાવવામાં આવી રહ્યા છે.

અંતમાં સંજય સિંહે વિશ્વાસ સાથે દાવો કર્યો હતો કે, ભાજપ અમારા અવાજને દબાવવા ભલે ગમે તેટલા ધમપછાડા કરે, પણ તેઓ આમાં સફળ નહીં થાય. ગુજરાતની જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને તેઓ આવનારી ચૂંટણીઓમાં રાજ્યમાં ચાલી રહેલા ભાજપના છેલ્લા 30 વર્ષના 'કુશાસન' ને ચોક્કસથી જાકારો આપશે.

Frequently Asked Questions

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ના કયા સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

AAP ના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરવા પાછળ AAP શું આરોપ લગાવી રહી છે?

AAP નો આરોપ છે કે ગુજરાતમાં પાર્ટીની પોસ્ટ 80 મિલિયન (8 કરોડ) લોકો સુધી પહોંચી જતા ભાજપ ગભરાઈ ગઈ છે અને તેમના ઈશારે એકાઉન્ટ બંધ કરાવવામાં આવ્યા છે.

AAP ગુજરાતમાં શા માટે પોતાનો વ્યાપ વધારી રહી છે તેવું સંજય સિંહ કહી રહ્યા છે?

સંજય સિંહના મતે, AAP ગુજરાતમાં જમીની સ્તરે સામાન્ય લોકોના પ્રશ્નો માટે લડી રહી છે અને તેમને લોકોનો સપોર્ટ મળી રહ્યો છે, જે ભાજપને હતાશ કરી રહ્યો છે.

ભાજપ AAP નેતાઓને હેરાન કરવાનો આરોપ શું છે?

સંજય સિંહના આરોપ મુજબ, ભાજપે પોતાની હતાશા છુપાવવા માટે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને યુવા નેતા પ્રવીણ રામ જેવા ઘણા નેતાઓની ખોટી ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે.

ટોપ સ્ટોરી

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget