શપથ લેતા જ પીએમ મોદીએ જ્યારે જોયુ... હાથમાં બંધારણની કૉપી લઇ રાહુલ ગાંધીએ આપ્યુ આવુ રિએક્શન
18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પદના શપથ લીધા હતા
18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પદના શપથ લીધા હતા. આ પછી પીએમ મોદીએ ગૃહમાં બેઠેલા તમામ સાંસદોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન રાહુલ ગાંધી પણ બંધારણની કૉપી લઈને ગૃહમાં બેઠા હતા. તેણે હસીને અને હાથ જોડીને પીએમ મોદીના અભિવાદનનો જવાબ આપ્યો. આ સિવાય ગૃહમાં હાજર અન્ય સાંસદોએ પણ હાથ જોડીને પીએમ મોદીનું અભિવાદન સ્વીકાર્યું હતું.
18મી લોકસભાનું પ્રથમ સત્ર તોફાની બની શકે છે. ખરેખર, પ્રૉટેમ સ્પીકર અને NEET પેપર લીકને લઈને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. આ બધાની વચ્ચે સત્રના પહેલા દિવસે વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના સાંસદોએ બંધારણની નકલ લઈને સંસદની બહાર કૂચ કરી હતી. આ દરમિયાન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે પણ હાજર હતા. આ પછી વિપક્ષના તમામ સાંસદો બંધારણની નકલ લઈને ગૃહમાં પહોંચ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0
— ANI (@ANI) June 24, 2024
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, અમે બંધારણને બચાવવાના જે પ્રયાસો કર્યા તેમાં જનતા અમારી સાથે છે, પરંતુ મોદીજીએ બંધારણ તોડવાનો પ્રયાસ કર્યો. એટલા માટે આજે અમે અહીં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છીએ. અહીં ગાંધીજીની પ્રતિમા હતી અને અમે અહીં જ વિરોધ કરી રહ્યા છીએ. દરેક લોકતાંત્રિક શાસનને તોડવામાં આવી રહ્યું છે, એટલા માટે આજે અમે મોદીજીને કહી રહ્યા છીએ કે બંધારણનું પાલન કરો.
#WATCH | Delhi: INDIA bloc leaders including Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Congress leader Rahul Gandhi, protest in Parliament premises pic.twitter.com/QoFKaoavR0
— ANI (@ANI) June 24, 2024
અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભત્રીહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ પછી પ્રોટેમ સ્પીકરે તમામ સાંસદોને શપથ લેવડાવવાનું શરૂ કર્યું. સૌથી પહેલા પીએમ મોદીએ સંસદમાં પદના શપથ લીધા. આ પછી કેન્દ્રીય મંત્રીઓએ શપથ લેવડાવ્યા હતા. સત્રના પહેલા દિવસે લગભગ 280 સાંસદો શપથ લેશે.