Job Alert: ગ્રેજ્યુએટ છો તો અહીં કરો અરજી ? બહાર પડી 10000થી વધુ કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરના પદ માટેની બમ્પર ભરતી, જાણો......
rsmssb.rajasthan.gov.in આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી બેસિક કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર અને સીનિયર કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરના પદ ભરવામાં આવશે.
Rajasthan Job Alert: રાજસ્થાન કર્મચારી સિલેક્શન બોર્ડે કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરના દસ હજારથી ઉપર પદો યોગ્ય ઉમેદવારો પાસે આવેદન માંગ્યા છે. આ પદો પર ભરતી 08 ફેબ્રુઆરીથી ચાલી રહી છે. જો તમે પણ ઇચ્છુક હોય તો સમય મર્યાદામાં આ પદો માટે અરજી કરી દો. આના માટે તમારે આરએસએમએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે- rsmssb.rajasthan.gov.in આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી બેસિક કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર અને સીનિયર કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરના પદ ભરવામાં આવશે.
કેટલા પદો માટે છે ભરતી ને શું છે છેલ્લી તારીખ-
આ પદો પર ભરતી માટે અરજી ઓનલાઇન જ કરવામાં આવી શકે છે, આરએસએમએસએસબીના કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર પદ પર ભરતી શરૂ થઇ છે અને આના માટે અરજી કરવાની અંતિમ તારીખ છે 09 માર્ચ 2022.
આ રિક્રૂટમેન્ટ પ્રૉસેસના માધ્યમથી બેસિક કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરના 9862 પદ ભરવામાં આવશે, જ્યારે સીનિયર કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરના 295 પદોને પણ ભરવામાં આવશે. કુલ 10,157 પદો પર ભરતી થશે.
ઉંમર અને વયમર્યાદા વિશે-
આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પદના અનુસર અલગ છે. બેસિક કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર પદ માટે ઉમેદવારનુ સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ હોવુ જરૂરી છે, જ્યારે સીનિયર કૉમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર પદ માટે ઉમેદવારનુ સંબંધિત ક્ષેત્રમાં માસ્ટર્સ કરવુ અનિવાર્ય છે.
જો ઉંમરમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઇએ. વિસ્તારથી જાણવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
અરજી ફી કેટલી છે-
આ પદો પર અરજી ફી સામાન્ય અને ઓબીસી કેટેગરી માટે 450 રૂપિયા છે. જ્યારે એસસી, એસટી કેટેગરી માટે ફી 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ