શોધખોળ કરો
જમ્મુ-કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાવવાની અરજી પર સુપ્રીમમાં સુનાવણી

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટમાં આવતા અઠવાડિયે જમ્મુ-કશ્મીર નેશનલ પેંથર્સ પાર્ટી દ્વારા રાજ્યમાં વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે રાજ્યપાલ શાસન લાદવાની અરજીની સુનાવણી કરશે. સિનિયર કાઉંસેલ ભીમ સિંહના જણાવ્યા અનુસાર જસ્ટિસ ટીએસ ઠાકુરની અધ્યક્ષતા વાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. ભીમ સિંહ પેંથર પાર્ટીના અધ્યક્ષ છે અને તેમણે કોર્ટને કહ્યું કે છેલ્લા 15 દિવસથી રાજ્યમાં અરાજક્તાનો માહોલ છે. દરેક જાહેર સેવાઓ, સંસ્થાઓ બંધ છે. પીવાનું પાણી અને વીજળી પણ નથી. સિંહનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને જમ્મુ-કશ્મીરના લોકો માટે રાજ્યપાલનું શાસન અનિવાર્ય છે.
વધુ વાંચો





















