શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CAA વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ આસામની શિક્ષિકા સસ્પેન્ડ
અધિકારીઓએ કહ્યું કે, બોરા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન માટે ભડકાવવાનો પણ આરોપ છે.
નવી દિલ્હીઃ આસામના જોરહાદ જિલ્લામાં એક સરકારી સ્કૂલની શિક્ષિકાને કથિત રીતે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરી દેવામા આવી છે. અધિકારીઓએ ગુરુવારે કહ્યુ કે, તીતાબારમાં જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષિકા બંદિતા બોરાએ સીએએના વિરોધમાં દસ અને 16 ડિસેમ્બરના રોજ આયોજીત વિરોધ પ્રદર્શનમાં બિન સતાવાર રીતે ભાગ લેવા માટે મંગળવારે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
અધિકારીઓએ કહ્યું કે, બોરા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન માટે ભડકાવવાનો પણ આરોપ છે. સસ્પેન્ડ થયા બાદ બોરાએ પત્રકારોને કહ્યુ કે મે વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇને કાંઇ ખોટું કર્યું નથી. હું એ આસામી છું અને હંમેશા મારી માતૃભૂમિ માટે લડીશ. મને સીએએનો વિરોધ કરવા પર નોકરી જવાનો કોઇ અફસોસ નથી અને હું વિરોધ કરતી રહીશુ.
આસામ સરકારે 24 ડિસેમ્બરના રોજ પ્રારંભિક શિક્ષણ વિભાગને એક આદેશ જાહેર કરી તેમના કર્મચારીઓને સોશિયલ મીડિયા પર રાજકીય સામગ્રી શેર ન કરવા કહ્યુ હતું. જો આદેશનું પાલન નહી કરવા પર શિસ્તભંગના પગલા લેવાની ચેતવણી આપવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion