શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં 15 ઓગસ્ટ પહેલાં જ સ્કૂલ-કોલેજો ખોલવા લેવાયો નિર્ણય, જાણો વિગત
તમામ સ્કૂલ, કોલેજો, વિશ્વવિદ્યાલયો અને શિક્ષણ સંસ્થાઓને યૂજીસી અને કેંદ્ર સરકારના નિર્દેશોના અનુપાલનમાં ફરી ખોલવામાં આવશે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંકટના કારણે સ્કૂલ કોલેજ બંધ છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સિક્કિમ સરકારે શૈક્ષણિક સંસ્થાઓ 15 ઓગસ્ટ પહેલા જ ખોલવા નિર્ણય કર્યો છે.
અધિકારીઓએ જણાવ્યું 13 જૂન સિક્કિમ સરકારે કોવિડ-19ના પ્રકોરના કારણે શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાની તારીખ એક મહિના માટે ટાળી હતી અને સ્કૂલ અધિકારીઓએ જણાવ્યું કે આ નિર્ણય મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગની અધ્યક્ષતામાં શુક્રવારે યોજાયેલી રાજ્ય કાર્ય બળની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે.
અધિકારીઓએ કહ્યું, કોવિડ 19ના કેસ વધતા સિક્કિમમાં શૈક્ષણિક સંસ્થાઓ ફરી ખોલવામાં સાવધાની રાખવાની જરૂર છે. સિક્કિમમાં શુક્રવારે સુધી કોરોના વાયરસ સંક્રમણના 63 કેસ હતા.
તેમણે જણાવ્યું કે તમામ સ્કૂલ, કોલેજો, વિશ્વવિદ્યાલયો અને શિક્ષણ સંસ્થાઓને યૂજીસી અને કેંદ્ર સરકારના નિર્દેશોના અનુપાલનમાં ફરી ખોલવામાં આવશે.
ત્યારે હવે, કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે કે ધોરણ 10 અને 12ની બાકી રહેલી પરીક્ષાઓ એક જૂલાથી 15 જૂલાઈ વચ્ચે યોજાશે. પરીક્ષાઓ 25 માર્ચથી લાગૂ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે સ્થગિત થઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે સીબીએસઈની પરીક્ષામાં સામેલ થનારા સિક્કિમના ઘણા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં ફસાયા છે અને તેમને તે જિલ્લામાં કેંદ્ર બદલવા માટે આવેદન આપવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં તેઓ હાલ રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion