UPમાં હમણા નહી ખુલે સ્કૂલ-કોલેજ, 30 જાન્યુઆરી સુધી બંધ રાખવા સરકારનો આદેશ
રાજ્યમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોરોના સંક્રમણ વધતા સ્કૂલ-કોલેજ 16 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી હતી.
![UPમાં હમણા નહી ખુલે સ્કૂલ-કોલેજ, 30 જાન્યુઆરી સુધી બંધ રાખવા સરકારનો આદેશ Schools & Colleges In UP To Remain Closed Till Jan 30, UPમાં હમણા નહી ખુલે સ્કૂલ-કોલેજ, 30 જાન્યુઆરી સુધી બંધ રાખવા સરકારનો આદેશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/b59beab1aa4a6454876ccbdfaded1bce_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UP School-College Closed Updated: ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસ વધ્યા હોવાના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓની રજામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં હવે 30 જાન્યુઆરી સુધી તમામ સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોરોના સંક્રમણ વધતા સ્કૂલ-કોલેજ 16 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાની ડેડલાઇન 23 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી હતી.
હવે એકવાર ફરી કોરોના સંક્રમણ વધતા સ્થિતિની સમીક્ષા કર્યા બાદ 30 જાન્યુઆરી 2022 સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. જોકે, શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઇન ક્લાસ જાહેર રાખવાના આદેશ અપાયા છે. રાજ્યનો આ આદેશ તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ-કોલેજો પર લાગુ થશે.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારી વચ્ચે લખનઉ યુનિવર્સિટી એ પહેલા 15 થી 31 જાન્યુઆરી સુધી આયોજીત થનારી તમામ સેમિસ્ટરની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષાની નવી તારીખની રાહ જોઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,142 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં 95,866 એક્ટિવ કેસ. કુલ એક્ટિવ કેસમાંથી 93078 લોકો હોમ આઈસોલેશનમાં છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કુલ એક્ટિવ કેસમાંથી દોઢ ટકાથી ઓછા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 17 લાખ 97 હજાર 728 થઈ ગઈ છે.
Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....
Punjab BJP Candidates List 2022: ભાજપે પંજાબમાં ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ
કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે આ ત્રણ પ્લાન, મળશે ફાસ્ટ સ્પીડની સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ, જાણો..........
iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)