શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસનો બીજો દિવસ, આજે શું શુ કરશે? જાણો મિનીટ ટુ મિનીટ કાર્યક્રમનુ શિડ્યૂલ.......
પ્રથમ દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ, મોટેરા સ્ટેડિયમ અને બાદમાં તાજમહેલ જોવા માટે પહોંચ્યા હતા
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલાનિયા અને દીકરી ઇવાન્કા સાથે હાલ ભારત પ્રવાસે છે. આ ભારત પ્રવાસ બે દિવસનો છે. પ્રથમ દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ, મોટેરા સ્ટેડિયમ અને બાદમાં તાજમહેલ જોવા માટે પહોંચ્યા હતા. હવે આજે બીજા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં હાજર રહેશે. જાણો શું શું છે આજના દિવસનો કાર્યક્રમ......
મોટેરા સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પને ખાસ યાદગીરી આપી હતી.
ભારત પ્રવાસઃ ટ્રમ્પનો આજે બીજો દિવસ, જાણો મિનીટ ટૂ મિનીટ ક્રાર્યક્રમ.....
- સવારે 9.40 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ હૉટસ મોર્યા શેરેટનમાંથી નીકળશે.
- સવારે 10 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં આગમન અને સ્વાગત કરવામાં આવશે.
- સવારે 10.30 વાગે રાજઘાટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સામેલ થશે.
- સવારે લગભગ 11 વાગે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત શરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે.
- બપોરે 12.40 વાગે મુલાકાત બાદ કરારો પર સહીઓ અને બન્ને નેતાઓનુ સંયુક્ત નિવેદન.
- બપોરે લગભગ 3 વાગે અમેરિકન દુતાવાસ રુઝવેલ્ટ હાઉસમાં બિઝનેસ ઇવેન્ટનું આયોજન થશે.
- બપોરે લગભગ 4 વાગે દુતાવાસમાં મીટ એન્ડ ગ્રીટ થશે.
- સાંજે લગભગ 5 વાગે હૉટલ પરત ફરશે.
- સાંજે લગભગ 7.30 વાગે રાષ્ટ્રપતિ ભવન જશે.
- રાત્રે 8 વાગ્યાથી રાષ્ટ્રપતિ ભવનમાં સ્ટેટ બેન્કેટ થશે.
-રાત્રે 10 વાગે પરત અમેરિકા જવા માટે રવાના થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement