શોધખોળ કરો
Advertisement
બારામૂલા હુમલો બે આતંકવાદી નિકળ્યા પાકિસ્તાની,આતંકી સંગઠન જૈશે એ મોહમ્મદના હોવાની શંકા
નવી દિલ્લી: રવિવારે રાત્રે સાડા દસ વાગે બારામુલા સ્થિત 46 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બીએસએફના કેમ્પો પર આતંકવાદીઓએ ફિદાયિન હુમલો કર્યો હતો. જેમાં બે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે, આ બંને આતંકવાદીઓ પાકિસ્તાનના હોવાના પૂરાવા પણ મળ્યા છે, તેમજ આ બંને આરોપીઓ જૈશે એ મોહમ્મદ આતંકી સંગઠનના હોવાની શંકા છે.
આ હુમલામાં બીએસએફનો એક સંત્રી શહીદ થઈ ગયો હતો. ઉરી હુમલાના માત્ર 14 દિવસની અંદર જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કર ઉપર આ બીજો મોટો હુમલો છે.
આતંકીના બે જૂથે 46 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર રવિવારે રાત્રે સાડા દસ વાગે હુમલો કર્યો હતો. એક જૂથે પાર્કના રસ્તે કેમ્પમાં જ્યારે બીજા જૂથે ઝેલમ નદી તરફથી ઘૂસવાનો પ્રયાસ કર્યો. સૈન્યએ આતંકીઓને કેમ્પમાં ઘૂસતા અટકાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion