શોધખોળ કરો

આ સીરિયલ કિલર ડોક્ટરે 100થી વધુ લોકોને ઉતાર્યા મોતને ઘાટ, લાશનો નિકાલ કરવાની રીત જાણીને હબકી જશો

સિરિયલ કિલર ડોક્ટર થોડા સમય પહેલાં દિલ્લીથી પકડાયો હતો. ડોક્ટર કિડની કાઢવા માટે હત્યાના કેસમાં છેલ્લા 16 વર્ષથી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર બહાર આવ્યો હતો.

નવી દિલ્લીઃ દિલ્લીમાંથી ઝડપાયેલા સીરિયલ કિલર ડૉ. દેવેન્દ્ર શર્માએ 100 કરતાં વધારે લોકોની હત્યા કરી હોવાની શક્યતા છે. ડો. શર્માએ પોતે કબૂલ્યું છે કે, તેણે 50 લોકોની હત્યા પછી હત્યાની ગણતરી કરવાનું છોડી દીધું હતું. ડો. દેવેન્દ્ર હત્યા કર્યા પછી લાશને ઉત્તર પ્રદેશની એક નહેરમાં રહેલા મગરને ખવડાવી દેતો હતો તેથી તેના પુરાવા જ નહોતા મળતા. સિરિયલ કિલર દેવેન્દ્ર શર્મા થોડા સમય પહેલાં દિલ્લીથી પકડાયો હતો. શર્મા કિડની કાઢવા માટે હત્યાના કેસમાં છેલ્લા 16 વર્ષથી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર બહાર આવ્યો હતો. શર્માએ 20 દિવસ પછી જેલમાં જવાનું હતું પણ તે ફરાર થઈ ગયો હતો. પોલીસના હાથે મહામહેનતે પકડાતા તેનાં પાપ બહાર આવી રહ્યાં છે. શર્માએ કહ્યું કે, મોટાભાગની લાશો તેણે ઉત્તર પ્રદેશના કાસગંજની હજારા નહેરમાં ફેંકી દીધા હતા. આ નહેરમાં મોટી સંખ્યામાં મગર રહે છે. શર્માએ 1984માં બીએએમએસ થયા પછી રાજસ્થાનમાં ક્લિનીક શરૂ કર્યું હતું. 1994માં ગેસ એજન્સી માટે એક કંપનીમાં 11 લાખનું રોકાણ કર્યું પરંતુ કંપની અચાનક ગાયબ થઈ ગઈ. આ નુકસાન પછી તેણે 1995માં નકલી ગેસ એજન્સી ખોલી હતી અને પછી ગુનાખોરીના રસ્તે ચઢી ગયો હતો. પછી તે મેડિકલ પ્રેક્ટિસની સાથે સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટ અને નકલી ગેસ એજન્સી પણ ચલાવવા માંડ્યો હતો. શર્મા ચોરીના વાહન ખરીદીને પણ વેચતો હતો. પોતાની નકલી ગેસ એજન્સી માટે સિલિન્ડર જોઈએ ત્યારે ગેસ ડિલિવરી કરનારી ટ્રકને લૂંટી લેતો હતો અને તેના ડ્રાઈવરને મારી નાંખતો હતો. એવી જ રીતે ટેક્સી ડ્રાઈવરને પણ તે મારી નાંખતો હતો. દિલ્હીથી યુપી જવા માટે તેની ગેંગના લોકો ટેક્સી બુક કરાવીને લૂંટી લેતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget