કેન્દ્ર સરકારના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને મળ્યા શંકાસ્પદ ઇમેઇલ, હાઇ એલર્ટ પર સરકાર
મંગળવારે કેન્દ્ર સરકારના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો હતો
મંગળવારે કેન્દ્ર સરકારના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો હતો, જે બાદ તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ આ મામલે તપાસની માંગ કરી હતી. વિવિધ મંત્રાલયોમાં કામ કરતા સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ (CSS) અધિકારીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં તેમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું હતું જેથી એ સુનિશ્વિત કરી શકાય કે તેમના સત્તાવાર મેઇલ રદ્દ કરવામાં આવ્યા નથી.
Several officers in Central Secretariat received a potentially suspicious email today. @NICMeity @GoI_MeitY, please look into this matter and take necessary action. #CyberAlert #CyberSafety @AshwiniVaishnaw #CentralSecretariat pic.twitter.com/ESC2AZIqc8
— केंद्रीय सचिवालय सेवा फोरम (@CSSforum_) July 9, 2024
CSS અધિકારીઓના સંગઠન CSS ફોરમે એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે CSS અધિકારીઓ કેન્દ્રીય સચિવાલયની કરોડરજ્જુ છે. ફોરમે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને આ મુદ્દા પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
CSS ફોરમના જનરલ સેક્રેટરી આશુતોષ મિશ્રાએ પીટીઆઇને જણાવ્યું હતું કે આ શંકાસ્પદ ફિશિંગ હુમલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને અધિકારીઓને પણ સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય સચિવાલયનું સમગ્ર કામ હવે ઓનલાઈન થઈ ગયું હોવાથી આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે અમારા સંદેશાવ્યવહારની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે.
નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યા હતા કે ભારતીય નંબરો જેવા દેખાતા ફેક ઇન્ટરનેશનલ કોલ બંધ કરવામાં આવે. આ અંગે પીઆઈબીએ માહિતી આપી હતી કે કેટલાક કોલ જે ભારતીય નંબર જેવા દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે વિદેશી કોલ છે, જે સાયબર ગુનેગારો દ્વારા કરવામાં આવે છે. કંપનીઓને આને રોકવા માટે સૂચના આપવામાં આવી છે.
આ રીતે સાયબર ઠગ પોતાની ઓળખ છૂપાવે છે
માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે સાઇબર ક્રિમિનલ્સ Calling Line Identity (CLI) બદલીને પોતાની અસલી ઓળખ છૂપાવે છે. આવા કૉલ્સમાં નકલી ડિજિટલ ધરપકડ, FedEx કૌભાંડો, ડ્રગ્સ/નાર્કોટિક્સ કુરિયર કૌભાંડો અને નકલી પોલીસ અધિકારીઓ અથવા CBI અધિકારીઓ જેવા કૌભાંડોનો સમાવેશ થાય છે.