શોધખોળ કરો

ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટીઃ શાહરૂખના પુત્રની 3 યુવતીઓ સાથે પૂછપરછ, NCBએ જાહેર કર્યાં 8 નામ, જાણો કોણ કોણ છે ?

મુંબઈથી ગોવા જઈ રહેલા લક્ઝરી ક્રૂઝની ડ્રગ્સ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પાડેલા દરોડામાં શાહરૂખ ખાનના દીકરાની પૂછપરછ થઈ રહી હોવાની એનસીબીએ સત્તાવાર જાહેરાત કરી છે.

મુંબઈઃ મુંબઈથી ગોવા જઈ રહેલા લક્ઝરી ક્રૂઝની ડ્રગ્સ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે પાડેલા દરોડામાં શાહરૂખ ખાનના દીકરાની પૂછપરછ થઈ રહી હોવાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ સત્તાવાર જાહેરાત કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ શાહરૂખના દીકરા સહિત આઠ લોકોની પૂછપરછ કરાઈ રહી હોવાનું જણાવ્યું હોવાનું એએનઆઈ દ્વારા ટ્વિટ કરાયું છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ આપેલી માહિતી પ્રમાણે શાહરૂખના દીકરા આર્યન ખાનની સાથે ત્રણ યુવતીની પણ પૂછપરછ કરાઈ રહી છે. આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઈસ્મિત સિંઘ, મોહક જસવાલ, વિક્રાન્ત ચોકર અમને ગોમિત ચોપરાની પૂછપરછ કરાઈ રહી છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં ક્રુઝ પર પાડેલા દરોડામાં  બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પણ હાજર હોવાનું બહાર આવ્યું હતું. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના કહેવા પ્રમાણે હજુ સુધી આર્યનની ધરપકડ નથી કરવામાં આવી નથી પણ પૂછપરછ થઈ રહી છે. આ ઉપરાંત ક્રુઝના આયોજકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સત્તાવાર રીતે આર્યન ખાનની પૂછપરછ કરાઈ રહી હોવાનું કહેવાતાં આર્યન ખાન પાર્ટીમાં હાજર હતો એ સ્પષ્ટ છે.

મીડિયાના અહેવાલ પ્રમાણે શાહરૂખ ખાનના દીકરા આર્યને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, તેને પાર્ટીમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો અને તેણે પાર્ટીમાં સામેલ થવા કોઈ રૂપિયા નથી આપ્યા. મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે, આર્યનના કહેવા પ્રમાણે તે પાર્ટીમાં તેના નામે લોકોને ઈન્વાઈટ કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ક્રૂઝની અંદર ચાલી રહેલી પાર્ટીનો એક વીડિયો પણ એનસીબીના હાથમાં આવ્યો છે જેમાં આર્યન જોવા મળી રહ્યો છે. પાર્ટી દરમિયાન આર્યને વ્હાઈટ ટી શર્ટ, બ્લુ જીન્સ, રેડ ઓપન શર્ટ અને કેપ પહેરેલા હતા. એક અહેવાલ પ્રમાણે જે લોકોને પકડવામાં આવ્યા છે તેમના પાસેથી રોલિંગ પેપર પણ મળ્યા છે. 

એનસીબીના અધિકારીઓએ શાહરૂખ ખાનના દીકરા આર્યનનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે અને તેમના મોબાઈલ ફોનની ચેટની તપાસ થઈ રહી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા અન્ય લોકોના મોબાઈલ ફોન જપ્ત કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં દિલ્હીથી આવેલી 3 છોકરીઓની પણ કસ્ટડીમાં પુછપરછ થઈ રહી છે. તે ત્રણેય મોટા બિઝનેસમેનની દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે. 

ટોપ સ્ટોરી

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget