(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra: મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ! શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ MVAના નેતાઓ સાથે કરી બેઠક
MVA Meeting in Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવાર અને શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે (23 ઓગસ્ટ) મહાવિકાસ અઘાડી (MVA) નેતાઓ સાથે બેઠક યોજી હતી.
MVA Meeting in Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવાર અને શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે (23 ઓગસ્ટ) મહાવિકાસ અઘાડી (MVA) નેતાઓ સાથે બેઠક યોજી હતી. વાસ્તવમાં, આ બેઠક આગામી સપ્તાહે મુંબઈમાં યોજાનારી વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ની બેઠકની તૈયારીઓની સમીક્ષા કરવા માટે યોજવામાં આવી હતી.
આ બેઠકના સંબંધમાં એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે MVA બેઠકમાં તૈયારીને લગતા વિષયો પર વિગતવાર ચર્ચા થઈ હતી. આયોજક સમિતિના વડા કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે મીડિયાને જણાવ્યું કે, 31 ઓગસ્ટે યોજાનારી 'ઈન્ડિયા' બેઠકનો એજન્ડા રાષ્ટ્રીય નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવશે.
સીટ વહેંચણી અંગે અશોક ચવ્હાણે શું કહ્યું?
બેઠકના હેતુ અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કહ્યું, આગામી બેઠકનું લક્ષ્ય સીટોની વહેંચણી કરવાનો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે લડવાની રણનીતિ ઘડવાનો છે. આ દરમિયાન, આગામી ચૂંટણીમાં સીટની વહેંચણી અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે, સીટ વહેંચણી જેવા તમામ મુદ્દાઓ (પછીથી) વાતચીત દ્વારા સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે. જો મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સફળ થઈ શકે તો દેશમાં પણ તે (આવો પ્રયોગ) થઈ શકે છે.
Today I attended the final preparation meeting in the presence of Hon. Shri Sharad Pawar ji, Hon. Shri Uddhav Thackeray ji and Hon. Shri Ashok Chavan ji related to I.N.D.I.A alliance meeting is to be held in Mumbai on 31st Aug & 1st Sep.
— Arif Naseem khan (@naseemkhaninc) August 23, 2023
AICC leaders and MVA senior leaders were… pic.twitter.com/1jRudcMnv5
આ બેઠકમાં MVAના આ મોટા નેતાઓએ હાજરી આપી હતી
કોંગ્રેસના મિલિંદ દેવરા અને વર્ષા ગાયકવાડ, શિવસેનાના (UBT) સંજય રાઉત અને આદિત્ય ઠાકરે અને NCPના સુપ્રિયા સુલેએ પણ મુંબઈની એક હોટલમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. 'ઈન્ડિયા' ગઠબંધનની પ્રથમ બેઠક જૂનમાં પટનામાં અને બીજી બેઠક ગયા મહિને બેંગલુરુમાં યોજાઈ હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને પડકારવા માટે વિરોધ પક્ષોએ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈંક્લૂસિવ (ઈન્ડિયા) ની રચના કરી છે. વિરોધ પક્ષોના આ મોરચામાં 26 પાર્ટીઓ સામેલ છે..
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial