શોધખોળ કરો

Shiv Sena Chief Whip: શિવસેના સાંસદોના બળવાની આશંકા વચ્ચે ઉદ્ધવે લોકસભામાં પાર્ટીના ચીફ વ્હીપ બદલ્યા

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે સાંસદ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં પક્ષના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા છે.

Rajan Vichare Shiv Sena Chief Whip: ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે સાંસદ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં પક્ષના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા છે. આ માહિતી શિવસેનાના નેતા સંજય રાઉતે આપી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીને લખેલા પત્રમાં રાઉતે જણાવ્યું હતું કે, તમને જાણ કરવામાં આવે છે કે શિવસેના સંસદીય દળે રાજન વિચારે, સાંસદ (લોકસભા)ને ભાવના ગવલી, સાંસદ (લોકસભા)ના સ્થાન પર લોકસભામાં તાત્કાલિક અસરથી ચીફ વ્હીપ નિયુક્ત કરવામાં આવે છે.

ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ આ ફેરફાર એવા સમયે કર્યો છે જ્યારે એવી ચર્ચા છે કે ધારાસભ્ય પછી હવે પાર્ટીના અડધાથી વધુ સાંસદો શિંદે જૂથમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સંસદમાં શિવસેનાના 18 સાંસદો છે. સંજય રાઉત શિવસેના સંસદીય દળના નેતા છે. ગવલી મહારાષ્ટ્રમાં યવતમાલ-વાશિમ લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ શિવસેનાના એવા સાંસદોમાંના એક છે જેમણે એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવા વચ્ચે શિવસેનાએ બીજેપી સાથે ફરીથી જોડાણ કરવું જોઈએ એવું સૂચન કર્યું હતું.

ભાવના ગવલીને આ પદ પરથી હટાવવા પર તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, અગાઉ તેમણે એકનાથ શિંદે જૂથને લઈને નિવેદન આપ્યું હતું કે શિવસેના પ્રમુખે હિન્દુત્વની માંગ પર ધ્યાન આપવું જોઈએ. હાલમાં શિંદે અને ઠાકરેના નેતૃત્વમાં બંને પક્ષો માત્ર બાળાસાહેબ ઠાકરેના વારસા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવના એક દિવસ પછી એકનાથ શિંદે કેમ્પે કહ્યું હતું કે વ્હીપનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ધારાસભ્યો પૈસાથી હાઇજેક ન થઇ શકેઃ સંજય રાઉત

પ્રેસ કોન્ફરન્સમાં સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે બળવાખોર ધારાસભ્યોને પૈસાના આધારે ખરીદવામાં આવી રહ્યા છે. શિવસેના બાળાસાહેબ ઠાકરેની છે, બીજાની નથી. તમે તેને પૈસાથી હાઇજેક કરી શકતા નથી. અગાઉ રાઉતે કહ્યું હતું કે અમને હજુ પણ આશા છે કે આ ધારાસભ્યો પાછા આવશે. અમે હંમેશા બળવાખોરો સાથે વાતચીત કરતા હતા, તેઓ અમારા લોકો છે, પાછા આવશે.

ટોપ સ્ટોરી

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
Embed widget