શોધખોળ કરો
Advertisement
સરકાર રામ મંદિર નથી બનાવી શકતી તો RSSની મહેનત બેકાર: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્દવ ઠાકરે એ રામ મંદિરને લઈને એક ફરી એકવાર ભાજપા પર નિશાન સાધ્યું છે. ઠાકરેએ કહ્યું કે, વર્તમાન સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની મેહનતથી પૂર્ણ બહુમતની સરકાર છે. તેમ છતાં આરએસએસ એ રામ મંદિર માટે દબાણ બનાવવું પડી રહ્યું છે. એવામાં સંઘની મહેનત બેકાર જશે.
ઉદ્ધવ ઠાકરે કહ્યું- સરકાર ચાર વર્ષથી રામ મંદિરના મુદ્દાને નજરઅંદાજ કરી રહી છે. રામ મંદિર શિવસેનાના કારણે ચર્ચમાં છે. બીજેપી સંઘના કારણે સત્તામાં આવી છે. એવામાં જો ભાજપ, આરએસએસની રામ મંદિર બનાવવાની માંગને પૂરી નહીં કરે તો તે ભાજપના હટાવે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે રામ મંદિર પર આજે મોટું નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આ મામલે વધુ સુનાવણીને જાન્યુઆરી સુધી ટાળી દેતાં તેના પર સંઘે કહ્યું કે કોર્ટે હિંદુ સમાજની ભાવનાઓને સમજવું જોઈએ.
સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જે રીતે રામ મંદિર પર નિર્ણય આપ્યો તેનાથી અમે તમામ લોકો આશ્વર્યમાં પડી ગયા છીએ અને આ ટિપ્પણીથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે, રામ મંદિરને લઇને 30 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે અને કોર્ટે હિન્દુઓની ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઇએ. અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં કોર્ટ હિન્દુઓની ભાવનાઓને ધ્યાનમાં રાખશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion