શોધખોળ કરો
મંદી મુદ્દે ડો. મનમોહનના સમર્થનમાં આવ્યો ભાજપનો આ સાથી પક્ષ, ભાજપની કાઢી ઝાટકણી
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી ગબડતી અર્થવ્યવસ્થાને લઈને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યો છે.
![મંદી મુદ્દે ડો. મનમોહનના સમર્થનમાં આવ્યો ભાજપનો આ સાથી પક્ષ, ભાજપની કાઢી ઝાટકણી shiv sena tells centre listen to manmohan singh advice on economy મંદી મુદ્દે ડો. મનમોહનના સમર્થનમાં આવ્યો ભાજપનો આ સાથી પક્ષ, ભાજપની કાઢી ઝાટકણી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/04150242/mahmohan-sinh-shiv-sena.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ શિવસેનાએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ગબડતી અર્થવ્યવસ્થાને લઈને ડૉ. મનમોહન સિંહે આપેલા નિવેદનનું શિવસેનાએ સમર્થન કર્યુ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી ગબડતી અર્થવ્યવસ્થાને લઈને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. શિવસેના તરફથી કહેવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અર્થશાસ્ત્ર અને દેશની અર્થનીતિની સારી સમજ છે.
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખેલા અગ્રલેખમાં જણાવ્યું હતું કે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરીને તમે સાહસિક પગલું ભર્યું છે પરંતુ કશ્મીર અને મંદી બંને અલગ બાબતો છે. બેકારી, આર્થિક મંદી અને ડામાડોળ અર્થતંત્રને શી રીતે પહોંચી વળશો. મંદીને કારણે બેકારી વધશે અને ભૂખ્યા લોકો સડક પર ઊતરી આશે ત્યારે શું એ લોકોને ગોળી મારશો.
આ ઉપરાંત નબળી પડી રહેલ અર્થવ્યવસ્થાને લઈને ડૉ.મનમોહન સિંહ દ્વારા આપવામાં આવેલ નિવેદનનું શિવસેનાએ સમર્થન કર્યું છે. શિવસેનાએ પોતાનાં મુખપત્ર સામના દ્વારા નબળી પડી રહેલ અર્થવ્યવસ્થાને લઈને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેના તરફથી કહેવામાં આવ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને અર્થશાસ્ત્ર અને દેશની અર્થનીતિની સારી સમજ છે.
સામનામાં લખવામાં આવ્યું છે કે ડૉ. મનમોહન સિંહ અમસ્તા નિવેદન આપે નહીં. મંદીની ભયંકર સમસ્યા સરકારને નજરે ચડી રહી નથી તે વાત પરેશાન કરનારી છે. નાણામંત્રી મંદીના સવાલ સમયે ચૂપ થઇ જાય છે. શિવસેનાએ નાણાંમંત્રી નિર્મલા સિતારમણ પર પણ નિવેદન આપીને કહ્યું હતું કે મહિલા હોવું અને દેશની અર્થવ્યવસ્થા પાટા પર ચડાવવામાં ફર્ક હોય છે. હજુ સુધી નોટબંધી અને જીએસટી પર સવાલ ઉઠાવનારાઓને મૂર્ખ કહેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)