શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં ભાજપે અચાનક સરકાર બનાવતા સંજય રાઉતે શું કહ્યું ? જાણો
મહારાષ્ટ્રમાં ભારતીય રાજકારણનો સૌથી મોટી ઉલટફેર જોવા મળ્યો છે.ભારતીય જનતા પાર્ટીએ એનસીપીના નેતા અજીત પવાર સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારતીય રાજકારણનો સૌથી મોટી ઉલટફેર જોવા મળ્યો છે.ભારતીય જનતા પાર્ટીએ એનસીપીના નેતા અજીત પવાર સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ સત્તામાં માટે કંઈ પણ કરી શકે છે.
શિવસેના નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, ગઈ કાલે સાંજે નવ વાગ્યા સુધી અજીત પવાર અમારી સાથે હતા અને અચાનક ગાયબ થઈ ગયા. તેઓ હંમેશા નજર સાથે નજર મેળવીને વાત નહોતા કરી રહ્યા. જે વ્યક્તિ પાપ કરવા જતા હોય તે હંમેશા પોતાની નજર નીચી જ રાખે છે. તેઓ હંમેશા નજર નીચી રાખીને વાત કરતાં હતા. સંજય રાઉતે કહ્યું કે, અજિત પવાર ગઈ કાલે બેઠક દરમિયાન વકીલને મળવાના બહાને બહાર ગયા હતા. તેમણે સત્તા અને પૈસાના દમ પર આખો ખેલ પાર પાડ્યો છે. અજીત પવાર અને તેમના સાથીયોએ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીનું અપમાન કર્યું છે. સંજય રાઉતે કહ્યું ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે વાતચીત કરી છે. સંજય રાઉતે કહ્યું, છેલ્લા સમય સુધી અજીત પવાર અમારી સાથે હતા. અજીત પવારે શરદ પવારને દગો આપ્યો છે. અજીત પવારની ઈડીની તપાસનો ડર હતો એટલે એમણે રાતોરાત ભાજપને સપોર્ટ આપ્યો છે. સંજય રાઉતે એવું પણ કહ્યું કે, રાજ્યપાલ પણ આ સમગ્ર કાવતરામાં સામેલ છે.#WATCH Sanjay Raut, Shiv Sena: Kal 9 baje tak ye mahashaye (Ajit Pawar) hamare saath baithe the, achanak se gayab ho gaye baad mein. Vo nazro se nazre mila kar nahi bol rahe the, jo vyakti paap karne jata hai uski nazar jaise jhukti hai, waise jhuki nazro se baat kar rahe the. pic.twitter.com/dL6olqXFK9
— ANI (@ANI) November 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement