Shraddha Murder Case: આરોપી આફતાબને લઈ જઈ રહેલી ગાડી પર તલવારથી હુમલો, પોલીસે બંદુક તાકી
એફએસએલની ટીમ આફતાબને લઈને બહાર નીકળી રહી હતી ત્યારે જ અચાનક કેટલાક લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને તલવારથી પોલીસવાન પર હુમલો કરી લીધો હતો.
શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પુનાવાલાને લઈને જતી પોલીસ વાન પર દિલ્હીના રોહિણી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો. પોલિગ્રાફ ટેસ્ટ બાદ એફએસએલની ટીમ આફતાબને લઈને બહાર નીકળી રહી હતી ત્યારે જ અચાનક કેટલાક લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને તલવારથી પોલીસવાન પર હુમલો કરી લીધો હતો.
Shraddha murder case: Two men with swords attack police van carrying Aaftab, detained
— ANI Digital (@ani_digital) November 28, 2022
Read @ANI Story | https://t.co/JicomxQw68#ShraddhaMurderCase #AaftabPoonawala pic.twitter.com/uWNRGwCHmJ
આ લોકોના હાથમાં તલવાર હતી અને આફતાબને મારી નાંખવાની વાત કરી રહ્યા હતા. આ હુમલો થતા જ એક પોલીસકર્મી વાનની બહાર આવ્યો અને હુમલાખોરો પર બંદુક તાકી દીધી હતી. રોષે ભરાયેલ લોકોએ પોલીસ વાન પર પથ્થમારો કરી દીધો. હુમલો કરનાર વ્યક્તિ એમ પણ કહી રહ્યો હતો કે તેને બે મિનિટ બહાર કાઢો, મારી નાંખીશ. આફતાબને લઈને જતી પોલીસ વાન પર હુમલો કરનાર કેટલાક વ્યક્તિઓની પોલીસે અટકાયત પણ કરી લીધી છે. હુમલાખોરો હિંદુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડીસીપી રોહિણીના સમગ્ર ઘટના પર માહિતી આપતા જણાવ્યું કે હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે. તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
શ્રદ્ધા હત્યા કેસમાં 17 દિવસ બાદ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સોમવારે શ્રદ્ધાની હત્યામાં વપરાયેલું હથિયાર જપ્ત કર્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસનાં સૂત્રોને ટાંકીને કહ્યું કે - શ્રદ્ધાની વીંટી, જે આફતાબે હત્યા બાદ અન્ય છોકરીને ભેટમાં આપી હતી, એ પણ મળી આવી છે. આ યુવતી પણ હત્યા બાદ આફતાબના ફ્લેટમાં આવી હતી. એ દરમિયાન ફ્લેટમાં જ ફ્રિજમાં શ્રદ્ધાના શરીરના ટુકડાઓ હાજર હતા. પોલીસે જણાવ્યું હતું કે આફતાબે ડેટિંગ એપ દ્વારા અન્ય ગર્લફ્રેન્ડનો સંપર્ક કર્યો હતો.
શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ શરૂ થયો. તેને તિહાર જેલમાંથી સોમવારે સવારે રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબ FSL) લઈ જવામાં આવ્યો છે. આફતાબના ત્રણ પોલીગ્રાફ ટેસ્ટ થઈ ચૂક્યા છે. સૌથી પહેલો ટેસ્ટ 22 નવેમ્બરે થયો હતો. ત્યાર પછી 24 અને 25 નવેમ્બરે થયો. PIT અનુસાર, અત્યારસુધી આફતાબને 40 સવાલ પૂછવામાં આવ્યા છે. તમામ ટેસ્ટ પૂરા થયા પછી 5 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ થશે.
આ દરમિયાન શ્રદ્ધાની હત્યાને લઈને મીડિયા રિપોર્ટ્સમાં ત્રણ નવા દાવા કરવામાં આવી રહ્યા છે. પહેલો દાવો એ છે કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ મુંબઈમાં તેના મિત્રોને મળ્યો અને તેમને બ્રેકઅપની કહાની સંભળાવી.