Shraddha Murder Case: પોલીસને મળી મોટી સફળતા? આફતાબના ઘરેથી મળ્યું હથિયાર
પોલીસને શંકા છે કે, આફતાબે કદાચ આ જ હથિયાર વડે જ શ્રધ્ધાના શરીરને ટુકડા કર્યા હોઈ શકે છે. શ્રદ્ધા હત્યા કેસમાં કોઈ ધારદાર શાર્પ કટીંગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ કેસ સાથે જોડાયેલા મહત્વના પુરાવા એકત્ર કરવાને લઈને આકાશ પાતાળ એક કરી રહી છે. દિલ્હી પોલીસે આફતાબના ઘરમાં રહેલા તમામ કપડા કબજે કર્યા છે. આ કપડામાં મોટાભાગના આફતાબના જ છે. આ ઉપરાંત પોલીસને ઘરમાંથી શ્રદ્ધાના કપડા પણ મળી આવ્યા છે. બંનેના કપડા ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવશે. જોકે હજુ સુધી પોલીસને હજી એ કપડા નથી મળ્યાં કે જે આફતાબે હત્યાના દિવસે પહેર્યા હતા અને શ્રદ્ધાએ જે કપડાં પહેર્યા હત,. ઘરમાંથી મળી આવેલા કપડામાંથી ચોક્કસથી કેટલીક કડીઓ હાથ લાગશે તેવી પોલીસને આશંકા છે.
આ ઉપરાંત પોલીસને મહત્વના પુરાવા લાગ્યા છે. પોલીસને આફતાબના ઘરમાંથી હથિયાર જેવી વસ્તુ હાથ લાગી છે. તેને પણ તપાસ માટે મોકલી આપવામાં આવશે. પોલીસને શંકા છે કે, આફતાબે કદાચ આ જ હથિયાર વડે જ શ્રધ્ધાના શરીરને ટુકડા કર્યા હોઈ શકે છે. શ્રદ્ધા હત્યા કેસમાં કોઈ ધારદાર શાર્પ કટીંગ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસને આફતાબના નિવેદનના આધારે આફતાભના ઘરેથી હથિયાર જેવી વસ્તુ મળી આવી છે. પોલીસને શંકા છે કે, ક્યાંક આ હથિયારનો ઉપયોગ તો શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા માટે કરવામાં નહોતો આવ્યો ને.
પોલીસ હજી આ પુરાવાની શોધમાં
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે ઈન્ટરનેટ પરથી માહિતી એકઠી કરી હતી કે જ્યારે કોઈ મૃતદેહના ટુકડા કરવામાં આવે ત્યારે લોહીની પિચકારીઓ જરૂરથી વાગે છે. માટે આફતાબે શરીરના ટુકડા કર્યા બાદ એક ખાસ કેમિકલ વડે આસપાસના તમામ લોહીના ડાઘ ભુંસી નાખ્યા હતાં. જોકે, ફોરેન્સિક ટીમનો દાવો છે કે, હત્યાના દિવસે આફતાબે જે કપડાં પહેર્યા હતા તેના પર લોહીના ડાઘા હોવા જ જોઈએ. ઘટનાના દિવસે શ્રદ્ધા અને આફતાબે પહેરેલા કપડા પોલીસ હજી સુધી કબજામાં લઈ શકી નથી. જેથી પોલીસે આફતાબના ઘરમાં રહેલા તમામ કપડામાં આ કપડાંની શોધખોળ આદરી દીધી છે.
પોલીસ હજુ પણ તેમને શોધી રહી છે
શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસને અત્યાર સુધીમાં શ્રદ્ધાના મૃતદેહના 13 ટુકડા મળ્યા છે. પોલીસ હજુ પણ શ્રદ્ધાનું માથું અને તેનો મોબાઈલ શોધી રહી છે. આ સિવાય મૃતદેહના ટુકડા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કરવત પણ પોલીસને મળી નથી. જોકે પોલીસે આરોપી આફતાબનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. આ ઉપરાંત દિલ્હી પોલીસ એ ડેટિંગ એપનો પણ સંપર્ક કરી રહી છે જેના દ્વારા આફતાબ અને શ્રદ્ધાની મુલાકાત થઈ હતી.