શોધખોળ કરો
Advertisement
શ્રેયસ ઐય્યરે કહ્યુ- સારુ પ્રદર્શન છતાં ટીમમાં સ્થાન ન મળતા સ્વભાવ ગુસ્સાવાળો થઇ ગયો હતો
ઐય્યરે કહ્યું કે સ્થાનિક મેચોમાં શાનદાર પ્રદર્શન છતાં તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી રહ્યું નહોતુ.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યરે વન-ડેમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. લાંબા સમયના ટીમ ઇન્ડિયાના ચોથા ક્રમના બેટ્સમેનની સમસ્યાને શ્રેયસે ઉકેલી દીધી છે. ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવું શ્રેયસ માટે સરળ નહોતું.
ઐય્યરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ટીમમાં સ્થાન ન મળતા તેનો સ્વભાવ ચીડચીડિયો અને ગુસ્સાવાળો થઇ ગયો હતો. ઐય્યરે કહ્યું કે સ્થાનિક મેચોમાં શાનદાર પ્રદર્શન છતાં તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી રહ્યું નહોતુ. શ્રેયસે 2017માં વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને 2019 વર્લ્ડકપમાં પણ પસંદ કરાયો નહોતો. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં ઐય્યરે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
તેણે કહ્યું કે મેં મારી બીજી સીઝનમાં 1300 રન બનાવ્યા હતા તેમ છતાં ટીમમાં સ્થાન ન મેળવી શક્યો, મને આશા હતી કે મારી પસંદગી થશે. અન્ય ખેલાડીઓને પસંદ કરવામાં આવતા હતા. તેઓનું પ્રદર્શન મારા જેટલું સારુ નહોતું. મેં વિચાર્યું કે, મારે પસંદગીકર્તાઓને જઇને પૂછવું જોઇએ કે મારી અંદર શું ખામી છે જેથી તમે મારી પસંદગી કરતા નથી અને મેં તેમને પૂછ્યું. તો મને કહેવામાં આવ્યું કે તું અગ્રેસિવ ખેલાડી છે. મોટા સ્તર પર જો કોઇ સારી બોલિંગ કરશે તો તું ક્રિઝ પર ટકી શકીશ નહી. બાદમાં મને ખ્યાલ આવ્યો કે પિચ પર ટકવું કેટલું જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion