![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sidhu Moose Wala Murder Case: પંજાબ પોલીસે મુસેવાલાની હત્યામાં સામેલ એક શૂટરને એન્કાઉન્ટરમાં કર્યો ઠાર
અમૃતસરમાં પંજાબ પોલીસે એક એન્કાઉન્ટરમાં સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં કથિત રીતે સામેલ શૂટરને ઠાર માર્યો હતો
![Sidhu Moose Wala Murder Case: પંજાબ પોલીસે મુસેવાલાની હત્યામાં સામેલ એક શૂટરને એન્કાઉન્ટરમાં કર્યો ઠાર Sidhu Moose Wala Murder Suspect Dead, Shootout Still On Near Amritsar Sidhu Moose Wala Murder Case: પંજાબ પોલીસે મુસેવાલાની હત્યામાં સામેલ એક શૂટરને એન્કાઉન્ટરમાં કર્યો ઠાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/45857d42fb161ec23b470937f8ca65061658311398_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમૃતસરઃ અમૃતસરમાં પંજાબ પોલીસે એક એન્કાઉન્ટરમાં સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં કથિત રીતે સામેલ શૂટરને ઠાર માર્યો હતો. પંજાબ પોલીસનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અન્ય શૂટર ઘેરાયેલા હોવાની આશંકા છે. અધિકારીએ જણાવ્યું કે પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ સાથે ભકના ગામમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
Encounter breaks out between Punjab cops, gangsters suspected in Sidhu Moose Wala's death near Punjab's Amritsar
— ANI Digital (@ani_digital) July 20, 2022
Read @ANI Story | https://t.co/feixhGLn8r#SidhuMosseWala #Punjabisinger #PunjabPolice #Amritsar pic.twitter.com/BVbUrTpjqX
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં કથિત રીતે જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ ઉર્ફે મન્નુ કુસા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ હતા બંને નાસી ગયા હતા. તેમણે કહ્યું કે ફોર્સે વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
#WATCH | Punjab: Encounter underway between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab
— ANI (@ANI) July 20, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/hfVkTH0oTH
ઉલ્લેખનીય છે કે, 29 મેના રોજ માનસા ગામમાં ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
Amritsar, Punjab | Operation is still ongoing. Nothing yet is clear about the accused persons, whether they are gangsters or militants: SHO Sukhbir Singh pic.twitter.com/i4LAWWVfb6
— ANI (@ANI) July 20, 2022
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગેંગસ્ટર રૂપા અને તેનો સાથી મન્નુ કુસા ત્યાં છુપાયેલા હતા, જેને પકડવા માટે ભારે પોલીસ ફોર્સે વિસ્તારને સીલ કરી દીધો હતો. પોલીસ અને બંને શૂટરો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં બંને શાર્પ શૂટર સામેલ હોવાની આશંકા છે. આ બંને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગેંગના શાર્પ શૂટર છે. અગાઉ પોલીસે બિશ્નોઈ ગેંગના એક શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. અંકિત સિરસા નામના શૂટરે નજીકથી મૂસાવાલા પર ફાયરિંગ કર્યું હતું. અંકિત સિરસા પહેલા પ્રિયવ્રતની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે સચિન ભિવાનીએ સિદ્ધુ મૂસાવાલા કેસમાં ચાર શૂટરોને આશ્રય આપ્યો હતો, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)