Silkyara Tunnel Rescue Live: સીએમ ધામીએ ફરી શ્રમિકો સાથે વાત કરી રેસ્ક્યૂ ઓપરેશનમાં સમય લાગશે, વર્ટિકલ ડ્રિલિંગનો પણ છે ઓપ્શન
ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે આજે 14મો દિવસ છે. મંગળવારે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સુરંગમાં ફસાયેલા 41 કામદારો સુરક્ષિત હોવાનો પહેલો વીડિયો સામે આવ્યો હતો

Background
Uttarakhand Tunnel Collapse Rescue Live: ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે આજે 14મો દિવસ છે. મંગળવારે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સુરંગમાં ફસાયેલા 41 કામદારો સુરક્ષિત હોવાનો પહેલો વીડિયો સામે આવ્યો હતો. જેણે તેમના પરિવારોને માત્ર આશા જ નહીં પરંતુ બચાવકર્મીઓનું મનોબળ પણ વધાર્યું.
મુખ્યમંત્રી ધામીએ ટનલની અંદર ફસાયેલા શ્રમિકો સાથે વાત કરી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે ફરી એકવાર ટનલની અંદર જઈને બચાવ કામગીરીની સમીક્ષા કરી અને ટનલની અંદર ફસાયેલા કામદારો સાથે પણ વાત કરી. સીએમ ધામીએ અધિકારીઓ પાસેથી ટનલમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી અંગે પણ માહિતી લીધી હતી.
મુખ્યમંત્રી ધામીએ ઓગર મશીનની સ્થિતિ અંગે માહિતી લીધી
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ઉત્તરકાશીના સિલ્ક્યારામાં સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ ઓપરેશનની માહિતી લીધી છે. તેમણે અધિકારીઓ પાસેથી ટનલમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી અંગે પણ માહિતી લીધી હતી. તેણે ઓગર મશીનની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી. અધિકારીઓને સૂચના આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાઇપમાં ફસાયેલ ઓગર મશીન વહેલી તકે દૂર કરવામાં આવે.





















