શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર સરકારનો આદેશ- કોલેજોમાં દરરોજ ગવાશે રાષ્ટ્રગીત
મહારાષ્ટ્ર સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રાલયે આ આદેશ 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યની તમામ કોલેજોમાં લાગુ થશે.
મુંબઇઃ મહારાષ્ટ્રની કોલેજોમાં દરરોજ રાષ્ટ્રગીત ગાવવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રાલયે આ આદેશ 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યની તમામ કોલેજોમાં લાગુ થશે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષક સામેલ હશે.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે જાણકારી આપતા કહ્યું કે, સરકારે રાજ્યની તમામ કોલેજેમાં 19 ફેબ્રુઆરીથી દિવસની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે,તાજેતરમાં જ અમારી સરકારે નિર્ણય લીધો છે કે કોલેજમાં દરરોજ રાષ્ટ્રગીત ગવાવું જોઇએ. 19 ફેબ્રુઆરી એટલે કે શિવ જયંતિથી તેની શરૂઆત કરવા જઇ રહ્યા છીએ. આ સંબંધિતનો આદેશ રાજ્યની તમામ કોલેજોમાં મોકલવવામાં આવી ચૂક્યો છે. તમામ લોકો તેને લાગુ કરવા માટે તૈયાર છે. એક કાર્યક્રમ દરમિયાન સામંતે કહ્યું કે, મારા મતે એક દિવસમાં 15 લાખ લોકો રાષ્ટ્રગીત ગાશે. આમ કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય હશે.Maharashtra minister Uday Samant: Maharashtra government to make singing national anthem in colleges compulsory from 19th February. pic.twitter.com/c4eiPLxLih
— ANI (@ANI) February 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement