Sleeping without Clothes: ગરમીમાં કપડા વગર ઉંઘવાથી થઈ શકે છે મોટું નુકસાન, જાણો શું છે એક્સપર્ટનો મત
ખરાબ સ્લીપિંગ ક્વોલિટીથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.
ધ સનના અહેવાલ અનુસાર બૂપાના ક્રોમવેલસ હોસ્પિટલમાં લીડ સ્લીપ ફિઝિયોલોજિસ્ટ જૂલિયસ પૈટ્રિક (Julius Patrick)એ કહ્યં કે, કપડા વગર બેડ પર જવા (Sleeping without Clothes) થી તમારી ઉંઘની ગુણવત્તા ખરાબ થઈ શકે છે.
જૂલિયસ પૈટ્રિક (Julius Patrick)એ કહ્યું કે, જ્યારે તમે કપડા વગર ઉંઘો છો તો વાસ્તવમાં શરીર પર પસીનો જમા થાય છે અને પછી તે બોડી પર જ રહે છે. તેનાથી પરેશાની થઈ શકે છે અને તમારી ઉંઘ ખરાબ થઈ શકે છે.
ખરાબ સ્લીપિંગ ક્વોલિટીથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. પૂરી ઉંઘ ન લેવાથી મગજને પૂરતો આરામ નથી મળતો અને આ કારણે લોકો તણાવ અને માનસિક સમસ્યાનો ભોગ બને છે. ઉપરાંત ઓછી ઉંઘનીની અસર તમારા પાચન તંત્ર પર પણ પડે છે.
રિપોર્ટ અનુસાર, આ પહેલા ન્યૂરોલોજિસ્ટ અને સ્લીપ ફિઝિશિયન ડો ગાઈ લેસ્ચિજનર (Dr Guy Leschziner)એ રેડિયો 4ના એક શોમાં દાવો કર્યો હતો કે નગ્ન થઈને બેડ પર જવાથી તમને વધારે ગરમી અનુભવાય છે. તેમણે લોકોને ભલામણ કરી કે, કપડા વગર નગ્ન થઈને ઉંઘવા કરતાં કપડા પહેરીને ઉંઘવું સારું રહી શકે છે.
એક્સપર્ટને સૂચવ્યું કે ગરમીની સીઝનમાં ઉંઘવા દરમિયાન તમારે કોટન જેવા કુદરતી ફેબ્રિકના કપડા પહેરવા જોઈ. કોટનના કપડા પહેરવાને કારણે પસીનો કમારા શરીર પર નથી રહેતો અને તેનાથી તમને વધારે ઠંડી અનુભવાય છે.
એક્સપર્ટ ભલે ગરમીમાં કપડા પહેરીને ઉંઘવાની સલાહ આપી રહ્યા હોય, પરંતુ સામાન્ય દિવોસમાં કપડા વગર ઉંઘવાથી ઘણાં ફાયદા થાય છે. અનેક અભ્યાસ અને રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કપડા વગર અથવા ઓછા કપડામાં ઉંઘવાથી તમારી ચામડી ખુલીને શ્વાસ લઈ શકે છે જેથી તમારી ચામડી વધારે સુંદર બને છે. ઉપરાંત કપડા પહેરીને ઉંઘવાથી શરીરમાં બેક્ટેરિયા પેદા થવાનું જોખમ રહે છે અને ઓછા કપડા પહેરીને ઉંઘવાથી તમારા પ્રાઈવેટ પાર્ટ વધારે સ્વસ્થ અને સુરક્ષિત રહે છે.