શોધખોળ કરો
Advertisement
સોનિયા ગાંધીએ કોંગ્રેસ સાંસદો સાથે કરી બેઠક, ફરી ઉઠી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ
કોંગ્રેસના લોકસભા સભ્યોની બેઠકમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, કોરોના સંકટ અને સંસદના આગામી સત્રમાં ઉઠાવવામાં આવનારા મુદ્દા પર ચર્ચા થઈ.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે પાર્ટીના લોકસભા સાંસદો સાથે ડિજિટલ બેઠક કરી હતી. આ બેઠકમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને કોરોના મહામારી પર ચર્ચા થઈ હતી. જોકે બેઠક દરમિયાન અનેક સાંસદોએ રાહુલ ગાંધીએ ફરીથી પાર્ટીની કમાન સંભાળવી જોઈએ તેમ કહ્યુ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં કે સુરેશ, અબ્દુલ ખાલિક, ગૌરવ ગોગોઈ અને કેટલાક અન્ય સાંસદોએ રાહુલ ગાંધીને પાર્ટીની કમાન ફરીથી સંભાળવાનો આગ્રહ કર્યો હતો. આ સાંસદો ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ શુક્રવારે કહ્યું હતું કે, હવે રાહુલ ગાંધીએ ફરીથી કોંગ્રેસનું નેતૃત્વ કરવું જોઈએ. તાજેતરમાં થયેલી CWC બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ માંગ કરી હતી, જેનું અનેક નેતાએ સમર્થન કર્યુ હતું.
કોંગ્રેસના લોકસભા સભ્યોની બેઠકમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, કોરોના સંકટ અને સંસદના આગામી સત્રમાં ઉઠાવવામાં આવનારા મુદ્દા પર ચર્ચા થઈ. કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ફંડિગની તપાસ માટે સમિતિ બનાવી છે તેવા જ સમયે આ બેઠક યોજાઈ છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, કોંગ્રેસ સંસદના આગામી સત્રમાં લદ્દાખમાં ચીન સાથે વિવાદ અને કોરોના સંકટનો સામનો કરવા સરકારની નીતિને લઈ ઘેરવાની તૈયારી કરી રહી છે.
દિલ્હીની તમામ યુનિવર્સિટીની પરીક્ષા રદ્દ, વગર Exam એ અપાશે ડિગ્રીઃ મનીષ સિસોદિયા
Coronavirus: DGCI એ કોરોના દર્દીની સારવાર માટે કયા ઈંજેક્શનને આપી મંજૂરી ? જાણો કેટલી છે કિંમત ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement