શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સોનિયા ગાંધીએ 'કોરોના યોદ્ધા'ઓનો આભાર માન્યો, કહ્યું- આનાથી મોટી 'દેશભક્તિ' નથી
ખાસ વાત છે કે, 21 દિવસનું લૉકડાઉન આજે પુરુ થવા જઇ રહ્યું છે. દુનિયાના દેશની સરખામણીમાં ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ ઓછી છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સામે લડી રહેલા ડૉક્ટરો, નર્સ, સફાઇ કર્મચારીઓ, મીડિયા સહિતના માણસોનો દેશના જુદાજુદા ખુણેથી આભાર માનવામાં આવી રહ્યો છે. હવે આ લિસ્ટમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પણ જોડાઇ ગયા છે. સોનિયા ગાંધીએ કોરોના યોદ્ધાઓનો આભાર માનીને દેશભક્તિ કરવાની વાત કહી છે.
દેશમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોના સામે લડી રહેલા કોરોના વૉરિયર્સને આભાર સોનિયા ગાંધીએ માન્યો છે. સોનિયાએ કહ્યું આ સમયે લડી રહેલા કોરોના યોદ્ધાને ધન્યવાદ, આ જ સાચી દેશભક્તિ છે.
ખાસ વાત છે કે, 21 દિવસનું લૉકડાઉન આજે પુરુ થવા જઇ રહ્યું છે. દુનિયાના દેશની સરખામણીમાં ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ ઓછી છે.
હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 9352 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આ કેસોમાં 905 કેસોનો વધારો થયો છે, અને મરનારાઓની સંખ્યા વધીને 324 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion