Terrorist Attack in Srinagar: શ્રીનગરમાં સ્કૂલ પર આતંકી હુમલો, બે શિક્ષકોની ગોળી મારીને હત્યા
આ એક સુનિયોજિત હત્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે સ્થળે આતંકવાદીઓએ હુમલો કર્યો તે ઉચ્ચ માધ્યમિક શાળા છે.
Terrorist Attack in Srinagar: આતંકવાદીઓએ આજે જમ્મુ -કાશ્મીરના શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં એક શાળા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ બે શિક્ષકોને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. એક મહિલા આચાર્યનું નામ સતીન્દર કૌર છે અને બીજા શિક્ષકનું નામ દીપક ચંદ છે.
આતંકવાદીઓએ શિક્ષકોને માથામાં ગોળી મારી હતી - સૂત્રો
આ એક સુનિયોજિત હત્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે સ્થળે આતંકવાદીઓએ હુમલો કર્યો તે ઉચ્ચ માધ્યમિક શાળા છે. આ બંને શિક્ષકો અહીં હતા. સૂત્રોએ જણાવ્યું છે કે આતંકીઓએ બંને શિક્ષકોને માથામાં ગોળી મારી હતી. શાળા પર હુમલો કરનારા આતંકવાદીઓની સંખ્યા 2 થી 3 હતી.
હત્યા બાદ આતંકવાદીઓ ભાગી ગયા - સૂત્રો
કહેવામાં આવી રહ્યું છે કે હુમલા બાદ તમામ આતંકીઓ ભાગી ગયા હતા. હાલમાં આ વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.
Two teachers killed in a terrorist attack at a government school in the Iddgah Sangam area of Srinagar: Jammu and Kashmir Police
— ANI (@ANI) October 7, 2021
ઘાટીમાં નાગરિકો પર હુમલાની આ સાતમી ઘટના છે. મંગળવારે આતંકવાદીઓએ એક કલાકની અંદર ત્રણ અલગ અલગ જગ્યાઓ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત અને પ્રખ્યાત ફાર્મસી બિન્દ્રુ મેડિકેટના માલિક માખન લાલ બિન્દ્રોની હત્યા કરી હતી. બિહારના ભાગલપુર જિલ્લાના રહેવાસી વીરંજન પાસવાન પણ અન્ય એક આતંકી હુમલામાં માર્યા ગયા હતા. જિલ્લાના જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વડે સૈદપુર ગામના રહેવાસી 56 વર્ષીય વીરંજન પાસવાનની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. છેલ્લાં અઢી વર્ષથી વીરંજન શ્રીનગરમાં ગોલગપ્પા વેચવાનું કામ કરતો હતો અને તેમાંથી મળતી આવકથી તેના પરિવારનું ભરણપોષણ કરતો હતો.